Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ડીકે શિવકુમારને જામીનને પડકારતી અરજી ફગાવાઈ

ઇડીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી, તા.૧૫ : મની લોન્ડરિંગ કેસમાં કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને આપવામાં આવેલા જામીનના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી ઇડીની અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. જસ્ટિસ આરએફ નરિમન અને એસ રવિન્દ્ર ભટ્ટની બનેલી બેંચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માટે ઉપસ્થિત રહેલા સોલીસીટર જનરલની વિનંતીને ફગાવી દીધી હતી અને અપીલના સંદર્ભમાં અન્ય પક્ષોને નોટિસ ફટકારી હતી. બેંચે અપીલને રદ કરવાની ઇડીની રજૂઆતને ફગાવતા કહ્યું હતું કે, દેશના નાગરિકોના સંદર્ભમાં મામલાઓને હાથ ધરવાને લઇને યોગ્ય રસ્તો નથી. દિલ્હી હાઈકોર્ટે શિવકુમારને ૨૩મી ઓક્ટોબરના દિવસે જામીન આપી દીધા હતા. ત્યારબાદથી શિવકુમારને આપવામાં આવેલા જામીનને લઇને વારંવાર પ્રશ્નો થઇ રહ્યા છે. જો કે, ડીકે શિવકુમારને આજે રાહત મળી ગઈ હતી.

(7:51 pm IST)