Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સીએમપીમાં કયા મુદ્દાઓ..

ખેડૂતોની સંપૂર્ણ લોન માફીની દિશામાં પગલા લેવાશે

મુંબઈ, તા. ૧૫ : મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને ૪૦ મુદ્દાના કોમન મિનિમમ પ્રોગ્રામને આખરીઓપ આપી દેવામાં આવ્યા બાદ સરકાર રચવાની શક્યતા ઉજળી બની છે. ખાતાઓની ફાળવણીને લઇને વાતચીત થઇ ચુકી છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના કરતા પહેલા ૪૦ મુદ્દાના કોમન મિનિમમ પ્રોગ્રામ પર સહમતિ થઇ ચુકી છે. ૪૦ મુદ્દાના સીએમપીમાં જે મુખ્ય મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે તેમાં ખેડૂતો માટે લોન માફી અને બંધ કરવામાં આવેલા તથા માંદા એકમોમાં નવા પ્રાણ ફૂંકવાની બાબતનો સમાવેશ થાય છે. બેઠકોનો દોર છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઇપણ પક્ષને બહુમતિ મળી ન હતી. ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી પરંતુ નંબર ન થતાં ભાજપે સરકાર રચવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા સાથે મળીને સરકાર રચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે સીએમપીને આખરી ઓપ અપાયો છે. સીએમપીમાં રહેલા મુદ્દા નીચે મુજબ છે.

*   ખેડૂતોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે

*   લઘુમતિઓના કલ્યાણ માટે જુદા જુદા પગલા લેવામાં આવશે

*   દુષ્કાળ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે

*   ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફી થશે

*   બંધ કરવામાં આવેલા અને માંદા એકમોમાં નવા પ્રાણ ફૂંકવામાં આવશે

*   રોજગારીને વધારવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે

*   મહિલાઓને વધુ સત્તા અને શક્તિ આપવાની દિશામાં પહેલ કરાશે

*   પબ્લિક હેલ્થ સેક્ટરમાં સુધારો લાવવા વ્યાપક પગલા લેવામાં આવશે

*   શિક્ષણ, આરોગ્ય, કૃષિ સહિતના સેક્ટરોને ઉચ્ચ પ્રાથમિકતા અપાશે

*   કૃષિ સમુદાયને મુશ્કેલીમાંથી બહાર કાઢવા વિશેષ પહેલ કરવામાં આવશે

*   દુકાળ, પુરની સ્થિતિના સંદર્ભમાં પણ ખાસ પગલા લેવામાં આવશે

(7:47 pm IST)