Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સુપ્રિમના ચુકાદાનું સન્માન છે પણ છેલ્લી ઘડી સુધી ન્યાયની લડત લડતા રહીશું: જમીઅતે ઉલેમાએ હિન્દ

દેવળદતા, તા.૧પઃ જમીયતે ઉલેમાએ હિન્દના અરશદ મદની જૂથએ દિલ્હીમાં કારોબારી સમિતિની બેઠક બોલાવી છે. અરશદ મદનીએ કહ્યું છે કે, સુપ્રિમ કોર્ટનો ચુકાદો સમજની બહાર છે પણ અમો તેનું  સન્માન કરીએ છીએ. કોર્ટનાં ફેંસલા વિરૂધ્ધ પુનઃ વિચાર અરજી દાખલ કરવા ઉપર બેઠકમાં નિર્ણય થશે. આ બેઠકમાં મસ્જિદ માટે મળનારી જમીન અંગે પણ વિચારણા થશે.

આ બારામાં વકિલ રાજીવ ધવનએ પણ મુલાકાત કરી જાણકારી મેળવશે. ૧૭મીએ યોજાનારી ઓલ ઇન્ડિયા આ મુસ્લિમ પર્સનલ-લો  બોર્ડની મીટીંગમાં પણ અરશદ મદની હાજર રહ્યાનો નિર્દેશ મળી રહ્યો છે.

તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સુપ્રિમનો ચુકાદો જે આશા હતી તેના વિરૂધ્ધ આવ્યો છે અને અમોએ બંધારણ અંતવાત જે થઇ શકતું હતું તે કર્યુ છે. આ ચુકાદાને કોઇપણની હારજીતમાં જોવામાં ન આવે, અને દેશમાં ભાઇચારો જાળવી રાખવામાં સૌ સહયોગ આપે. વકિલોએ જે પુરાવા રજુ કર્યા છે અને બંધારણ એ જે નિર્દેશો કર્યા છે તેના આધારે છેલ્લી ઘડી સુધી ન્યાયની લડત લડતા રહેશું.

બીજી તરફ મુજફફરનગર જીલ્લાના ચરથાવલ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં મદીના કોલોનીમાં રહેતા અને ઓમાન દેશનાં નોકરી કરતા બબલૂખાન વિરૂધ્ધ ૧૬૫-એ, ૫૦૫, ૬૭ આઇટી એકટ તળે ગુન્હો નોંધાયો છે.

સુપ્રિમ કોર્ટના ચુકાદા ઉપર વિવાદીત ટીપ્પણી કરવા ઉપરનો આ પ્રથમ મામલો બહાર આવ્યો છે. સતાવાર સુત્રએ તપાસ શરૂ કરી દીધી છે.

(3:49 pm IST)