Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

વિશ્વ પર ખતરનાક 'જંતુ'ઓનો ખતરો ચરમસીમાએ પહોંચ્યો

એન્ટી બાયોટીક દવાને દાદ નથી આપતા નવા વાઇરસઃ અમેરીકામાં વર્ષે ૩પ૦૦૦ હજાર મોત

સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા પ્રગટ કરાયેલ એક રીપોર્ટ અનુસાર ડ્રગ રેઝીસ્ટન્ટ જર્મ્સ (દવાઓને પણ દાદ ન આપતા જંતુઓ) ના કારણે અમેરિકામાં વર્ષે ૩૦ લાખ લોકો બિમાર પડે છે અને તેમાંથી ૩પ૦૦૦ લોકો મોતને ભેટે છે. નવા અંદાજ અનુસાર, અમેરીકામાં દર ૧૧ સેકન્ડે એક વ્યકિતને એન્ટીબાયોટીક રેઝીસ્ટન્ટ ચેપ લાગે છે અને દર મિનીટે એક વ્યકિતનું મોત થાય છે.

એન્ટીબાયોટીક અને બીજી દવાઓ સામે પ્રતિરોધક શકિતઓ વિકસાવનાર બેકટેરીયા, ફુગ અને અન્ય જંતુઓના કારણે જાહેર આરોગ્ય પર ગંભીર પડકારો ઉભા થયા છે અને આધુનિક દવા ઉદ્યોગને મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. વૈજ્ઞાનિકો, ડોકટરો અને જાહેર આરોગ્ય અધિકારીઓ દાયકાઓથી આ બાબતે ચેતવણી આપતા હતા અને હવે આ નવા રિપોર્ટ અનુસાર હવે ખતરો માથે આવીને ઉભો છે. વધુને વધુ જંતુઓ તેમને મારવા માટે તૈયાર કરાયેલી દવાઓ સામે પ્રતિરોધક શકિતઓ વિકસાવતા જાય છે અને તેના કારણે જે તે રોગનો પ્રસાર વધતો જાય છે. ઉપરાંત લગભગ ત્રણ દાયકાઓથી નવા કોઇ એન્ટી બાયોટીક નથી વિકસાવવામાં આવ્યા તે પણ આ તકલીફમાં વધારો કરી રહ્યું છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:35 pm IST)