Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

નોળીયાની હત્યાઃ ભારતમાં મોટો કાળો વેપારઃ પેઇન્ટીંગ મુખ્ય કારણ

નોળીયા વાઇલ્ડ લાઇફના શિડયુલ-૨નું પ્રાણી છેઃ તેનો શિકાર કે પજવણી અંગે ૭ વર્ષ સુધી કેદની જોગવાઇ : કલાકારોના માનવા પ્રમાણે નોળીયાના વાળના બ્રશ સારા સ્ટ્રોક આપે છેઃ એક બ્રશ ફકત ૨૦ ગ્રામ વાળથી બને છે, જે માટે મોટી સંખ્યામાં નોળીયાને મારી નખાય છે

નવી દિલ્હીઃ  કેન્દ્ર સરકાર કાયદાપાલન એજન્સીઓ છ રાજયોની સંખ્યાબંધ ફેકટરીઓ અને વેરહાઉસનાં દરવાજા તોડીને અંદર આ ઘૂસી ગઈ હતી. કેન્દ્રીય એજન્સીઓના દરોડા કેન્દ્રીય મે ફે ા પર્યાવરણ મંત્રાલય હેઠળની વૈધાનિક સંસ્થા વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા દર બે મહિને કરાતા કોર્ડિનેટેડ ઓપરેશનનું પરિણામ હતી જેમાં સીબીઆઈ, વિવિધ રાજયની પોલીસ અને જંગલ ખાતાના અધિકારીઓ સામેલ હતા. અધિકારીઓએ નોળિયાના વાળમાંથી બનાવવામાં આવેલ ૫૪,૩૫૨ પેઇન્ટ બશ તથા ૧૧૩ કિલો નોળિયાના વાળ જપ્ત કર્યા , હતા. અધિકારીઓએ ૪૩ લોકોની ૬ પણ ધરપકડ કરી હતી. ,

   છેલ્લા બે દાયકામાં નોળિયાના વાળનો ગેરકાયદેસર વેપારને નાથવા વાઇલ્ડલાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો દ્વારા કરાયેલ આ ર૮મું ઓપરેશન છે. આ ગેરકાયદેસર વેપાર કરોડો-અબજો રૂપિયાનો છે જેને કારણે દેશમાં દર વર્ષે હજારો નોળિયાની હત્યા થાય છે. કળાકારો સિત્રો દોરવા માટે તથા પોતાની કલાકૃતિને બેનમુન બનાવવા માટે આ બ્રશનો ઉપયોગ કરતા હોય છે.  તેવો એવુ માને છે કે તેનાથી સ્ટ્રોક સારા આવવાની સાથે ટકાઉ છે. પરિણામ સ્વરૂપ દર વર્ષે હજારો નોળિયાની હત્યા કરાય છે, એક કિલો વાળ માટે ૫૦ નોળિયાની હત્યા અને દર વર્ષેદહાડે અંદાજે ૧ લાખ નોળિયાની હત્યા કરાય છે તેવું એચવી ગિરિશા. રિજિનલ ડેપ્યુટી ડિરેકટર. વાઇલ્ડલાઇફ કાઇમ કન્ટ્રોલ બ્યુરો જણાવે છે. આની પાછળનુ મુખ્ય કારણ એ છે કે એક નોળિયાના સારામાં સારા ર૦ ગ્રામ વાળ કામમાં આવે છે. તેમણે કહ્યું કે અમે સપ્લાય અને પ્રોડકશન નેટવકને છિન્નભિન્ન કરવા માટે અમારાથી બનતું કરી રહા છીએ. આ વન્યપ્રાણી ગુના માટે લોકોમાં જાગૃતિ નથી. લોકો પૈસા માટે આડેધડ નોળિયાઓની હત્યા કરી રહ્યા છે. ૨૦૧૯માં અધિકારીઓએ નોળિયાના વાળમાંથી બનાવવામાં આવેલ ૫૪,૩૫૨ પેઇન્ટ બ્રશ તથા ૧૧૩ કલો નોળિયાના વાળ જપ્ત કર્યા હતા, અધિકારીઓએ ૪૩ લોકોની પણ ધરપકડ કરી હતી. યુપી. કેરળ, કર્ણાટક, મહારાષ્ટૂ અને તમિલનાડુને નિશાન બનાવાયા હતા અને કુલ ૨૭ રેડ પાડવામાં આવી હતી

આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો નોળિયાના વાળના ૧,૦૦,૦૦૦ ઉપજે છે. દર મહિને ૧૫૦ કિલો વેચાય છે. અથાત્ વાળ માટે દર વર્ષે લગભગ ૧,૦૦,૦૦૦ નોળિયાની હત્યા કરી નાખવામાં આવે છે. નોળિયા વાઇ લ્ડલાઇફ પ્રોટેકશન (એકટ) ૧૯૭૨ના શિડ્યુઅલ ૨ હેઠળ સમાવિષ્ટ છે અને તેનો શિકાર, કબજો, તેને બીજી લઈ જવા તથા તેનો વેપાર ગુનો છે અને તે માટે સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે.

 દેશમાં વિવિધ સ્થળોએ નોળિયાની પ્રજાતિ વસવાટ કરે છે અને તમિલનાડુના નરીકુરુવસ. કર્ણાટકની હક્કીપક્કી, આંધની ગોન્ડસ અને સેન્ટ્લ તથા નોર્થન ભારતના સ્પીયર્સ જાતિના લોકો નોળિયાનો શિકાર કરીને તેને વેચી નાખતા હોય છે. આ તમામ લોકો નોળિયાને મારીને તેના વાળ બજારમાં પહોંચાડતા હોય છે. હાલમાં નોળિયાની કુલ છ પ્રજાતિઓ ભારતમાંથી મળી એવે છે. ઇન્ડિયન ગ્રે, સ્મોલ ઇન્ડિયન, રૂડી, કેબ ઇટિંગ, સ્ટઇપ નેકડ અને વ્રાઉન મોન્ગુઝ સામેલ છે. ઇન્ડિયન ગ્રે મોન્ગુઝ સર્વત્ર મળી આવતી પ્રજાતિ અને તેનો સૌથી વધારે શિકાર યાય છે. યુપીના શેરકોટ શહેરમાં મોટાભાગના બ્રશ બનાવવામાં આવે છે. કિકેટના બેટમાં પણ નોળિયાના વાળનો ઉપયોગ થાય છે.

(3:33 pm IST)