Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પાકિસ્તાના મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ ફરીવાર ફજેતો કર્યો :કાશ્મીરમાં અમે સૅટેલાઇટથી ઇન્ટરનેટ પહોંચાડીશું

નવી દિલ્હી : પાકિસ્તાન ના સાયન્સ અને ટૅક્નોલોજી મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ ફરીવાર ફજેતો કર્યો છે આ મંત્રી કાશ્મીરથી લઈને ચંદ્રયાન, દરેક મુદ્દે તેઓ પોતાનો મત રજૂ કરે છે. આ વખતે તેઓએ કાશ્મીરમાં સૅટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ પહોંચાડવાની વાત કહી. જેથી સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા છે.

ફવાદ હુસૈને કહ્યુ કે, આજના સમયમાં ઇન્ટરનેલ લોકોનો મૌલિક અધિકાર છે. અમે કાશ્મીરના લોકોને સૅટેલાઇટ દ્વારા ઇન્ટેરનેટની સુવિધા પૂરી પાડવાની તમામ શક્યતાઓ પર કામ કરી રહ્યા છીએ. તેના માટે અમે રાષ્ટ્રીય એજન્સી સ્પેસ એન્ડ અપર એટમૉસફિયર રિસર્ચ કમીશન (SUPARCO) સાથે સંપર્ક સાધ્યો છે.

(1:23 pm IST)