Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

કાશ્મીરના પત્રકારો કહે છે કે આવો સમય અમે કયારેય જોયો નથી

શ્રીનગર તા.૧૫ : સરકારે અનુચ્છેદ ૩૭૦ રદ કર્યાનાપગલે કાશ્મીરને સંચારબંધી હેઠળ મૂંકીને સેંકડો રાજકીય નેતાઓને અટકાયતમાંલીધાં બાદ તેમજ કાશ્મીરમાં અવર જવરપર નિંયત્રિત કર્યાને ૧૦૦ દિવસ કરતાં  વધુ સમય વિતી ગયો છે.ધ વાયર દ્વારા કાશ્મીરમાં કામ કરતાં પત્રકારોને આ૧૦૦ દિવસો તેમના કેવા વિત્યા છે અને તેઓ તેમની કામગિરી કરી શક્યાં હતાં કે કેમ તે અંગે વાતચીત કરી હતી.

કાશ્મીર રીડરના પત્રકાર નાઝીમાસિદ્દીકે જણાવ્યું છે કે હું એક મહિના સુધીમારા કાર્યાલયનો સંપર્ક પણ કરી શકી નહતી. મારી પાસે પોતાનું વાહન નહીંહોવાથી મારી અવર જવર નિયંત્રિત રહીહતી અને જાહેર પરીવહન ઉપલબ્ધ નહતો.હું એક મહિના સુધી સંચારબંધીનાકારણે મારા તંત્રીનો પણ સંપર્ક કરી શકીન હતી.ક્યારેક મારે પગે ચાલીને મારાઘરેથી ઓફીસ જવું પડતું હતુ.એક મહિલાપત્રકાર તરીકે આ બધુ મારા માટે અઘરૂ હતુ.

કાશ્મીર લાઇફ વિક્લીના એસોસિએટ એડીટર સામ્સ ઇરફાન જણાવેછે કે પત્રકારો માટે કોઇ રક્ષણ ઉપલબ્ધ ન  હતુ.પ્રથમ મહિનામાં અમે અમારા સ્ટાફસાથે સંપૂર્ણપણે કપાઇ ગયાં હતા.અમોનેજિલ્લા પત્રકારોના પત્રકારોનો કોઇ અત્તોપત્તો ન હતો.પત્રકાર તરીકે ઓગસ્ટનાબીજા સપ્તાહમાં અમે બહાર નીકળવાનું શરુકર્યુ હતુ અને દ.કાશ્મીરના વિસ્તારમાંગયાં હતા. શરૂઆતમાં લોકો આતુર હતાંપરંતુ પછી ગભરાઇ ગયાં હતાં અને અમારી સમક્ષ મો ખોલવા તૈયાર ન હતાઆથી અમને અમારા અહેવાલ માટેપાયાની માહિતી મળતી ન હતી.

અમારા માટે અપમાનિત સમયગાળો હતો. કાશ્મીર સ્થિત પત્રકાર જુનૈદ બજાજે જણાવ્યું હતું કે કોઇ પણ અધિકારી અમારી  સાથે રેકોર્ડ પર વાત કરવા તૈચયાર નહતા. પત્રકારો પર અઘોષિત દબાણ હતુ.નેશનલ ન્યૂઝ એજન્સીના કાશ્મીરસંવાદદાતા ઝહરુર હુસેન બટે જણાવ્યું હતુંકે કોઇ પણ અધિકારી પોતાનું નામ જાહેરકરવા માગતાં ન હતા. તમામ કોમ્યુનિકેશન લાઇન કપાઇ ગઇ હતી. માહિતી બ્લેકઆઉટ હતો. એ જ રીતેપોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે એક યુવાન મહિલા પત્રકારે જણાવ્યું હતુંકે અમે અહેવાલ માટે અધિકારીઓ સુધી સંપર્ક સાધી શકતાં ન હતા.આમ પત્રકારોનું કહેવું છે કે આવો ભયાનક સમય અમે ક્યારેય જોયો ન હતો. (૩૭.૯)

(12:58 pm IST)