Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સીમા સુરક્ષા દળમાં ભરતી થવા માટે શિબિરમાં 10 હજારથી વધુ કશ્મીરી યુવકો ઉમટી પડ્યા

આતંકવાદ માટે બદનામ જિલ્લાઓના યુવાનો પણ ભરતી માટે આવ્યા

શ્રીનગર : સીમા સુરક્ષા દળમાં ભરતી થવા માટેની શિબિરમાં હજારો કશ્મીરી યુવાનો ઉમટી પડ્યા છે તેમ સીમા સુરક્ષા દળના અધિકારીએ જણાવ્યું હતું

  અધિકારીએ કહ્યું હતું કે હાલ સીમા સુરક્ષા દળમાં 1300 સ્થાન ખાલી છે. એને માટે દસ હજારથી વધુ યુવાનો ઉમટી પડ્યા હતા. જમ્મુ કશ્મીરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત હિમવર્ષા થઇ રહી હતી અને હાડ થીજી જાય એવી કાતિલ ઠંડી વચ્ચે પણ યુવાનોનો ઉત્સાહ ઓછો થયો નહોતો.

આતંકવાદીઓની ધાકધમકીની પરવા કર્યા વિના આ યુવાનો ઉમટી પડ્યા હતા. એનો એક અર્થ એવો પણ થાય છે કે બેકારીમાં સબડવા કરતાં આ સરકારી નોકરી કરવી સારી એવું આ યુવાન સમજી ગયા છે. હાલ કશ્મીર કેન્દ્રશાસિત વિસ્તાર બન્યો છે.

સીમા સુરક્ષા દળના અધિકારીએ વધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં દસ હજારથી વધુ યુવાનો ભરતી થવા માટેનાં ફોર્મ ભરી ચૂક્યા છે. આ અધિકારીએ કહ્યું હતું કે આતંકવાદથી સબડતા પુલવામા અને શોપિયાં જેવા વિસ્તારોમાંથી પણ યુવાનો આવ્યા હતા. કોઇ એકાદ જિલ્લાના આ યુવાનો નહોતા. આતંકવાદ માટે બદનામ જિલ્લાઓના યુવાનો પણ ભરતી માટે આવ્યા હતા. એનો અર્થ એવો પણ થઇ શકે કે આ યુવાનો હવે આતંકવાદથી કંટાળ્યા હતા અને ઉજ્જવળ ભાવિ માટે તરસતા હતા.

(12:07 pm IST)