Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

હવે BSNLની VRS સ્કીમ સામે કર્મચારીઓ ખફાઃ ૨૦ થી ત્રણ દિવસ ભૂખ હડતાલનું એલાન

પરોક્ષ રીતે અપાતી ધમકીઓ સામે તમામ યુનિયનો ખફાઃ ઓકટોબરનો પગાર પણ ન મળતા પ્રંચડ રોષ

રાજકોટ તા.૧૫: ભારત સંચાર નિગમમાં વોલન્ટરી રીટાયરમેન્ટ સ્કીમ મુકવામાં આવી છે પરંતુ એમા કોઇ પણ સ્પષ્ટતા ન હોવાથી તેમજ જે કર્મચારીઓ સ્કીમ સ્વીકારે નહી એમને પરોક્ષ રીતે હેરાન કરવાની અપાતી ધાકધમકીઓ સામે ઓલ યુનિયન ખફા થયુ છે. અને તા.૨૦થી ૨૨ ત્રણ દિવસ સુધીBSNL કર્મચારીઓની ભુખ હડતાળ જાહેર કરવામાં આવી છે. BSNLમાં ઓકટોબર માસનો પગાર થયો નથી. અને કયારે થશે એની કોઇ જ જાહેરાત કરાઇ નથી. આ ઉપરાંત કર્મચારીઓને આપેલા કન્ટ્રીબ્યુશન મની પણ જમા કરાવવામાં  આવી નથી. જીપીએફ અપડેટ થયુ નથી. કોમ્યુટેડ પેન્શન બાબતે કોઇ જ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. અને વીઆરએસ સ્કીમમાં જે નિયમો સ્પષ્ટ કરવા અને પારદર્શક રીતે જોઇએ તો એ ઘડાયા નથી. આ ઉરાંત મોટા ભાગના કર્મચારીઓ વીઆરએસ આપ્યા બાદ બીએસએનએલ તંત્ર આગામી દિવસોમાં કેવી રીતે ચલાલવવામાં આવશે એની પણ યુનિયનો સાથે ચર્ચા કરાઇ નથી કે બેઠક યોજાઇ નથી.

(11:30 am IST)