Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પાકિસ્તાનના તો DNAમાં આતંકવાદ છે

યુનેસ્કો પાકિસ્તાને કાશ્મીર-અયોધ્યાનો મુદ્દો ઉઠાવવો ભારે પડયોઃ ભારતે બોલતી બંધ કરી દીધી

નવી દિલ્હી,તા.૧૫: કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદથી જ પાકિસ્તાન દુનિયાભરમાં ભારત અંગે જુઠ્ઠો પ્રચાર કરવાની નિષ્ફળ કોશિષ કરી રહ્યું છે પરંતુ દર વખતે તેને ભારતની તરફથી જડબાતોડ જવાબ મળે છે. પાકિસ્તાને ફરી એકવખત સંયુકત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોમાં કાશ્મીર સિવાય અયોધ્યાના ચુકાદાનો મુદ્દો ઉઠાવ્યો. ભારતે યુનેસ્કો જનરલ કોન્ફરન્સમાં પાકિસ્તાનનો કાચો ચિઠ્ઠો ખોલતા કહ્યું કે આતંકવાદ તેના DNAમાં છે. ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનના જુઠ્ઠા દાવાનો જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન ભારતની અખંડતા અને આંતરિક મામલામાં દખલ કરવાની કોશિષ કરી રહ્યું છે અને પોતે પોતાના દેશમાં માનવાધિકારોને તાક પર રાખી ચૂકયા છે.

યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિ અનન્યા અગ્રવાલે કહ્યું કે પાકિસ્તાન પોતાના કારનામાને છુપાવા માટે ભારતના આંતરિક મામલા અંગે જુઠ્ઠા દાવા કરે છે જયારે તેમના ત્યાં આતંકવાદને પોષવામાં આવે છે અને અલ્પસંખ્યકો પર અત્યાચાર કરાય છે. તેમણે પાકિસ્તાનના કારનામાનું લિસ્ટ જ ખોલી દીધું. અનન્યાએ કહ્યું કે ૧૯૪૭મી  પાકિસ્તાનમાં ૨૩ ટકા અલ્પસંખ્યક હતા જો કે હવે દ્યટીને ૩ ટકા રહી ગયા છે. અહીં ઇસાઇઓ, શીખો, હિન્દુઓ, શિયા અને અહમદિયા મુસલમાનોની વિરૂદ્ઘ કાયદો બનાવાયો અને તેમના ધર્માંતરણની કોશિષો કરાઇ રહી છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આજે મહિલાઓ પર હિંસા, બાળ વિવાહ અને ઓનર કિલિંગ મોટી સમસ્યા છે. આ એવો દેશ છે જેના લીડર યુએનના મંચનો ઉપયોગ પરમાણુ ધમકી આપવા માટે કરે છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ઓસામા બિન લાદેન અને હક્કાની આતંકીઓને પાકિસ્તાનના હીરો ગણાવ્યા છે. પાકિસ્તાન બુરાઇઓનું દ્યર છે જયાં રૂઢીવાદી અને કટ્ટરપંથ ભરેલા છે. પાકિસ્તાન એક ફેલ સ્ટેટ છે જયાં આતંકવાદ પોતાની જડો ફેલાવી ચૂકયુ છે. યુનેસ્કોના પ્લેટફોર્મનો રાજકીય ઉપયોગ કરતાં દુષ્પ્રચાર કરવા પર ભારત તેની આકરી નિંદા કરે છે.

એક દિવસ પહેલાં પણ ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનને બરાબરનું આડા હાથે લીધુ હતું કે ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા કેસમાં આપવામાં આવેલા નિર્ણય પર પાકિસ્તાને અનૂચિત ટિપ્પણીઓ કરી છે જો કે એક સંપ્રભુ રાષ્ટ્રનું અપમાન છે. આ આંતરિક મામલો છે અને કોઇપણ દેશે તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.

(11:29 am IST)