Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રિઝર્વ બેંક હવે આવશે સંસદને આધિન

રીઝર્વ બેંકનું કામકાજ સંસદની તપાસના દાયરામાં આવી શકે છેઃ સ્ક્રુટનીનો પ્રસ્તાવ

નવી દિલ્હી તા. ૧પ :.. રિઝર્વ બેંકનું કામકાજ ટૂંક સમયની અંદર સંસદના દાયરામાં આવી શકે છે. સંસદની સ્થાયી સમિતિએ નાણાકીય સંસ્થાઓનું નિરીક્ષણ તથા તેની ગુણવતા પર નજર રાખવા, મોંઘવારીને નિયંત્રીત કરતા દિશા-નિર્દેશો અને બેન્કીંગ સીસ્ટમના દેખાવને ધ્યાને રાખી આ પ્રકારનો પ્રસ્તાવ રાખ્યો છે.

નાણા બાબતોની સ્થાયી સમિતિના અધ્યક્ષ જયંત સિંહાએ આ વાત જણાવી હતી. રિઝર્વ બેંકના ગવર્નરે સમિતિ થકી સંસદને પોતાનો રીપોર્ટ આપવાનો રહેશે.

હાલના દિવસોમાં બેંક કૌભાંડો બહાર આવ્યા બાદ રિઝર્વ બેંકની ભારે ટીકા થઇ હતી.

(11:27 am IST)
  • વારાણસીમાં તેજપ્રતાપ યાદવની કારને અકસ્માત : ઓટો સાથે ટકરાતા કારને નુકશાન : અકસ્માત સમયે તેજપ્રતાપ કારમાં સવાર નહોતા access_time 1:14 am IST

  • મોદી સરકારના ડરને કારણે વિપક્ષોમાં એકતા નથી : પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવે કહ્યું કે વિપક્ષી નેતાઓમાં એકતા નથી કારણ કે કેન્દ્ર સરકાર તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવી શકે છે : યાદવે કહ્યું કે ચિદમ્બરમ જેવા કેટલાક નેતાઓ જેલમાં છે જયારે અન્ય જામીન પર છે : વિપક્ષી નેતાઓને ડર છે કે ક્યાંક તેની સામે કેસ દાખલ ના થઇ જાય :જેનો ભાજપ ફાયદો ઉઠાવી રહી છે access_time 1:15 am IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો પોલીસ પર હુમલો : એક અધિકારી અને ત્રણ જવાનના મોત : અફઘાનિસ્તાનના ઉતરી વિસ્તારમાં તાલિબાનોએ હુમલો કર્યો : હજુ સુધી હુમલાની કોઈએ જવાબદારી લીધી નથી access_time 1:00 am IST