Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

મુંબઈમાં સિવિલ કોન્ટ્રાકટરો પર આવકવેરાના દરોડાઃ રૂ.૭૩૫ કરોડની ગેરરીતિ પકડાઈ

ભ્રષ્ટ સિવિલ કોન્ટ્રાકટરોના રહેઠાણ તથા ઓફિસો, એમ ૩૭ જગ્યાએ દરોડા

મુંબઈ, તા.૧પઃ આવકવેરા વિભાગે મુંબઈમાં મહાનગરપાલિકા (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન – બીએમસી)ના સિવિલ કોન્ટ્રાકટરોને ત્યાં દરોડા પાડીને દ્યણી ભ્રષ્ટ પ્રવૃત્ત્િ।ઓ અને ગેરરીતિ પકડી પાડી છે.આવકવેરા વિભાગે ભ્રષ્ટ સિવિલ કોન્ટ્રાકટરોના રહેઠાણ તથા ઓફિસો પર, એમ ૩૭ જગ્યાએ દરોડા પાડ્યા હતા.

આવકવેરા અધિકારીઓએ ભ્રષ્ટ કોન્ટ્રાકટરોના મુંબઈ તેમજ સુરત શહેરમાં પણ રહેઠાણ તથા ઓફિસો પર દરોડા પાડ્યા હતા. આ કોન્ટ્રાકટરો ગેરરીતિઓમાં સંડોવાયેલા હોવાની ફરિયાદો મળી હતી.

આવકવેરા વિભાગે આ દરોડા દરમિયાન અનેક વાંધાજનક દસ્તાવેજી પુરાવા હાંસલ કર્યા છે જેના પરથી માલુમ પડ્યું છે કે કોન્ટ્રાકટરોએ મોટા પાયે કરચોરી કરતા હતા અને મની લોન્ડરિંગ પણ કરતા હતા.

સૂત્રોએ કહ્યું કે બીએમસીના અમુક અધિકારીઓના નિવાસો ઉપર પણ આવકવેરા અધિકારીઓ ત્રાટકયા હતા.

મુંબઈ અને સુરતમાં એન્ટ્રી ઓપરેટરોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એ દરોડાને પગલે તપાસનીશ અધિકારીઓએ બોગસ એન્ટ્રીઓ અને નકલી ખર્ચને લગતા પુરાવા શોધી કાઢ્યા છે. આ ગેરરીતિ રૂ. ૭૩૫ કરોડ જેટલી થવા જાય છે.

હવે કોન્ટ્રાકટરોની આ ગેરરીતિ અને ભ્રષ્ટાચારના લાભાર્થીઓ કોણ કોણ છે એ તપાસનીશ અધિકારીઓ શોધી રહ્યા છે.

આવકવેરા વિભાગને ફરિયાદો મળી હતી કે અમુક કોન્ટ્રાકટરોએ લોન વગેરેના રૂપમાં એન્ટ્રી પ્રોવાઈડરો તરફથી એન્ટ્રીઓ મેળવી હતી તેમજ આવક છુપાવવા માટે એકાઉન્ટ બુકસમાં ખોટા ખર્ચા બતાવ્યા હતા.એવા કોન્ટ્રાકટરોએ બોગસ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. એ કંપનીઓ એન્ટ્રી પ્રોવાઈડરોએ ઊભી કરી હતી. તેઓ લોનના રૂપમાં કે ખર્ચના ખોટા બિલના રૂપમાં ધંધાદારીઓને એન્ટ્રીઓ આપતા હતા.

એન્ટ્રી પ્રોવાઈડર્સના આ કેસમાં બેન્ક છેતરપીંડી અને બનાવટની એક પદ્ઘતિસરની મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી છે.

(11:09 am IST)