Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સુસ્ત ગ્રામિણ માંગને કારણે ૪ દાયકામાં પહેલીવાર ગ્રાહકોની ખર્ચશકિતમાં ઘટાડો

દેશમાં ગરીબી ઘટવાને બદલે વધી હોવાનો નિર્દેશ

નવી દિલ્હી તા. ૧પ :. ગ્રામ્ય માંગમાં ઘટાડાના કારણે દેશમાં ચાર દાયકામાં પહેલી વાર ર૦૧૭-૧૮ માં ગ્રાહક દ્વારા થતા ખર્ચમાં ઘટાડો થયો છે. નેશનલ સ્ટેટેટીકસ ઓફીસ (એનએસઓ)ના નવા કન્ઝમ્પશન એકપેન્ડીયર સર્વેમાં આ વાત બહાર આવી છે જે એ વાતનો સંકેત છે કે તે વર્ષે લોકોની ખર્ચ કરવાની શકિત ઘટી હતી. એનએસઓના રિપોર્ટ અનુસાર ર૦૧૭-૧૮ માં એક વ્યકિત દ્વારા દર મહિને ખર્ચ કરાયેલી સરેરાશ રકમમાં ર૦૧૧-૧ર ની સરખામણીમાં ૩.૭ ટકાનો ઘટાડો થયો હતો. ર૦૧૭-૧૮ માં આ રકમ ૧૪૪૬ રૂપિયા હતી જે ર૦૧૧-૧ર-, ૧પ૦૧ રૂપિયા હતી. ર૦૧૧-૧ર માં આ રકમ ર૦૦૯-૧૦ ની સરખામણીમાં ૧૩ ટકા વધી હતી.

આ રીપોર્ટ અનુસાર ર૦૧૭-૧૮ માં ગામડાઓમાં ગ્રાહક ખર્ચમાં ૮.૮ ટકાનો જોરદાર ઘટાડો થયો હતો. જયારે શહેરોમાં તે છ વર્ષના સમય ગાળામાં ર ટકા વધ્યો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે ગ્રાહક ખર્ચમાં ઘટાડો એ વાતનો ઇશારો છે કે દેશમાં ગરીબી વધી છે. આ આંકડાઓ ગ્રામ્ય વિસ્તારોમાં માંગમાં ઘટાડાની સાબીતી છે અને એ પણ સાબિત કરે છે કે લોકોની ખરીદ શકિત ઘટી રહી છે. એનએસઓએ જૂલાઇ ર૦૧૭ અને જુન ર૦૧૮ દરમ્યાન આ સર્વે કર્યો હતો. સુત્રો અનુસાર સમીતિએ ૧૯ જૂને તેને બહાર પાડવાની મંજૂરી આપી દીધી હતી. પણ પ્રતિકૂળ તારણોના કારણે એનએસઓએ તેને રોકી રાખ્યો હતો. જે સમયે આ સર્વે કરાયો હતો ત્યારે જીએસટીને અમલી બનાવાયો હતો અને તેના થોડા મહિના પહેલા જ નોટબંધી કરાઇ હતી.

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના આર્થિક અધ્યયન અને યોજના કેન્દ્રમાં એસોસીએટ પ્રોફેસર હિમાંશુએ કહયું કે છેલ્લા પાંચ દાયકામાં કયારેય એવો સમય નથી આવ્યો કે આમાં ઘટાડો થયો હોય. આ આંકડાઓ દર્શાવે છે કે ગરીબીમાં વધારો થયો છે. ઉપલક દ્રષ્ટિએ જોવામાં આવે તો ગરીબોની વસ્તી ઓછામાં ઓછી ૧૦ ટકા વધી હશે. નિષ્ણાતો અનુસાર, રિપોર્ટમાં સૌથી ચિંતાજનક વાત એ છે કે કેટલાય દાયકાઓમાં પહેલી વાર ખાદ્ય ચીજોની ખપત ઘટી છે, જે દેશમાં કૃપોષણની સ્થિતી દર્શાવે છે. ર૦૧૭-૧૮ માં ગ્રામીણ લોકોએ ખાવા પીવાની વસ્તુઓ પર મહિને સરેરાશ પ૮૦.૩ રૂપિયા ખર્ચયા હતાં. જે ર૦૧૧-૧ર ની તુલનામાં ૧૦ ટકા ઓછા હતાં. ર૦૧૧-૧ર- માં સરેરાશ ૬૪૩.૩ રૂપિયા ખાવાપીવા પર ખર્ચવા હતાં. જયારે શહેરોમાં પરિસ્થિતી લગભગ સરખી રહી હતી.

(10:55 am IST)
  • આવતીકાલ શનિવારથી શબરીમાલા મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે : 3 મહિના સુધી દર્શન માટે ખુલ્લા મુકનારા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં નહીં આવે : તેમ છતાં ભૂમાતા બ્રિગેડ લીડર સામાજિક કાર્યકર મહિલા તૃપ્તિ દેસાઈએ પહેલા જ દિવસે એટલેકે આવતીકાલે મંદિરમાં પ્રવેશવાનો મક્કમ નિરધાર વ્યક્ત કર્યો access_time 12:56 pm IST

  • મોદી સરકારના ડરને કારણે વિપક્ષોમાં એકતા નથી : પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવે કહ્યું કે વિપક્ષી નેતાઓમાં એકતા નથી કારણ કે કેન્દ્ર સરકાર તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવી શકે છે : યાદવે કહ્યું કે ચિદમ્બરમ જેવા કેટલાક નેતાઓ જેલમાં છે જયારે અન્ય જામીન પર છે : વિપક્ષી નેતાઓને ડર છે કે ક્યાંક તેની સામે કેસ દાખલ ના થઇ જાય :જેનો ભાજપ ફાયદો ઉઠાવી રહી છે access_time 1:15 am IST

  • ડેટા ક્વોલિટીના પ્રશ્નોને લીધે મોદી સરકારે 2017-18ના જાહેર થયેલા કન્ઝ્યુમર એક્સ્પેન્ડિચર સર્વેને કચરા ટોપલીમાં પધરાવી દેવાનો નિર્ણંય કર્યો છે,આ સર્વે મુજબ 2017-18માં લોકોની ખરીદ શક્તિમાં મોટો ઘટાડો થયો છે access_time 10:04 pm IST