Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાજધાની- શતાબ્દી- દુરન્તો એકસપ્રેસ

ટ્રેનોમાં ચા-નાસ્તો-જમવાનું મોઘું થઇ રહ્યું છે

દુરન્તોમાં સાંજની ચાના રૂ.૨૦ને બદલે હવે દેવા પડશે રૂ.પ૦

નવી દિલ્હી, તા.૧પઃ હવે ટ્રેનની મુસાફરીમાં ચા, નાસ્તા અને ભોજન માટે વધુ ખર્ચ કરવાની તૈયારી કરી લો. રેલવે બોર્ડમાં પર્યટન અને ખાદ્ય વિભાગના નિયામક દ્વારા જાહેર કરાયેલા પરિપત્રો દર્શાવે છે કે રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેનમાં ચા, નાસ્તો અને ખોરાક મોંદ્યો થવા જઈ રહ્યો છે. આ ટ્રેનોની ટિકિટ લેતી વખતે જ કોઈને ચા, નાસ્તો અને ભોજનનાં પૈસા ચૂકવવા પડે છે. તો અન્ય ટ્રેનોના મુસાફરોને પણ મોંદ્યવારીની માર ભોગવવી પડશે.

રાજધાની, દુરંતો અને શતાબ્દી ટ્રેનો માટે લાગુ નવા દરો મુજબ હવે સેકન્ડ એસીના મુસાફરોને હવે ૧૫ રૂપિયાની જગ્યાએ ચા માટે ૨૦ રૂપિયા ચૂકવવા પડશે. દુરંટોના સ્લીપર કલાસમાં નાસ્તો અથવા ખોરાક અગાઉ ૮૦ રૂપિયામાં મળતો હતો જે ૧૨૦ રૂપિયા હશે. તો સાંજના ચાના ભાવ રૂ ૨૦દ્મક વધીને ૫૦ થઈ ગયો છે.

ટિકિટિંગ સિસ્ટમમાં નવું મેનૂ અને શુલ્ક ૧૫ દિવસમાં અપડેટ કરવામાં આવશે જયારે તે ૧૨૦ દિવસ (ચાર મહિના) પછી લાગુ કરવામાં આવશે. ત્યારબાદ રાજધાનીના પ્રથમ એસી કોચમાં ખોરાક ૧૪૫ ની જગ્યાએ ૨૪૫ રૂપિયામાં મળશે. સુધારેલા દરો માત્ર પ્રીમિયમ ટ્રેનોના મુસાફરોને જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ અસર કરશે. નિયમિત શાકાહારી ભોજન નિયમિત મેઇલ અને એકસપ્રેસ ટ્રેનમાં ૮૦ રૂપિયામાં મળશે, જેની કિંમત હાલમાં ૫૦ રૂપિયા છે. ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એલ્ગ બિરયાનીને રેલ્વે મુસાફરોને ૯૦ રૂપિયામાં અને ચિકન બિરયાનીને ૧૧૦ રૂપિયામાં આપશે. ૧૩૦ રૂપિયાના ભાવે નિયમિત ટ્રેનોમાં પણ ચિકન કરી પીરસવામાં આવશે.

સવારની ચા કરતાં સાંજની ચા વધુ મોંદ્યી હોવા અંગે રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે શેકેલી બદામ, નાસ્તા અને મીઠાઈઓ વગેરે સાંજના ચાની સાથે આપવામાં આવશે. રેલવે બોર્ડના એક અધિકારીએ કિંમતોમાં વધારો કરવાની તરફેણમાં કહ્યું હતું કે શ્નઅમે રેલવેમાં કેટરિંગ સર્વિસની ગુણવત્ત્।ામાં સુધારો લાવવા માંગીએ છીએ. તેથી આ પગલું લેવામાં આવી રહ્યું છે. ૨૦૧૪માં છેલ્લી વખતના દરો બદલવામાં આવ્યા હતા. રેલવે બોર્ડના પરિપત્રમાં જણાવાયું છે કે આઈઆરસીટીસીની વિનંતી અને બોર્ડ દ્વારા રચાયેલ મેન એન્ડ ટેરિફ કમિટીની ભલામણો પર કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(10:54 am IST)
  • ડેટા ક્વોલિટીના પ્રશ્નોને લીધે મોદી સરકારે 2017-18ના જાહેર થયેલા કન્ઝ્યુમર એક્સ્પેન્ડિચર સર્વેને કચરા ટોપલીમાં પધરાવી દેવાનો નિર્ણંય કર્યો છે,આ સર્વે મુજબ 2017-18માં લોકોની ખરીદ શક્તિમાં મોટો ઘટાડો થયો છે access_time 10:04 pm IST

  • મોદી સરકારના ડરને કારણે વિપક્ષોમાં એકતા નથી : પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવે કહ્યું કે વિપક્ષી નેતાઓમાં એકતા નથી કારણ કે કેન્દ્ર સરકાર તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવી શકે છે : યાદવે કહ્યું કે ચિદમ્બરમ જેવા કેટલાક નેતાઓ જેલમાં છે જયારે અન્ય જામીન પર છે : વિપક્ષી નેતાઓને ડર છે કે ક્યાંક તેની સામે કેસ દાખલ ના થઇ જાય :જેનો ભાજપ ફાયદો ઉઠાવી રહી છે access_time 1:15 am IST

  • અમેરિકાના લોસ એન્જલિસમાં સ્કૂલની અંદર અંધાધૂંધ ગોળીબાર : છ ઘાયલ : દક્ષિણી કેલિફોર્નિયામાં એક હાઈસ્કૂલમાં ગોળીબાર : લોસ એન્જલિસ કાઉન્ટ્રી ફાયર બ્રિગેડ મુજબ ફાયરિંગની ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે access_time 1:02 am IST