Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જયપુરની સરકારી હોસ્‍પિટલના ડોકટરોની સુરક્ષા માટે બાઉન્‍સર રાખવામાં આવ્‍યાઃ પછી હટાવવામાં આવ્‍યા

        જયપુરમાં રાજસ્‍થાન સરકાર દ્વારા સંચાલિત સવાઇ માનસિંહ હોસ્‍પિટલમાં  ડોકટરોની સુરક્ષા માટે બાઉન્‍સર રાખવામાં આવ્‍યા હતા. પણ સ્‍વાસ્‍થ્‍ય મંત્રી રઘુ શર્માના આદેશ પર એને હટાવી લેવામાં આવ્‍યા છે.

        હોસ્‍પિટલ પ્રશાસનએ બતાવ્‍યુ કે બાઉન્‍સરની જગ્‍યાએ હવે પૂર્વ સૈનિક તૈનાત કરવામા આવશે. એક દર્દીના સગાએ બાઉન્‍સર દ્વારા મારપીટની ફરિયાદ કરી હતી.

(12:00 am IST)