Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

નીતીશકુમારે સીએમ હાઉસ પર અમારા ઘરની જાસૂસી કરવા CCTVકેમેરા લગાવ્‍યાઃ તેજસ્‍વી યાદવ

ટ્‍વિટ કરીને તસ્‍વીર પર શેર કરી

લખનઉ, તા.૧૫: મુખ્‍યમંત્રી આવાસમાં લાગેલા ઉંચા સીસીટીવી કેમેરા મારફતે તેમના સરકારી આવાસ ૫, દેશરત્‍ન માર્ગ પર નજર રાખવામાં આવી રહી છે. તેજસ્‍વીએ કહ્યું કે, સરકાર તેમની જાસૂસી કરાવી રહી છે.

આ આખા મુદ્દાને લઇને તેજસ્‍વી યાદવે ગુરુવારે ઘણી ટ્‍વિટ કરી અને એક તસવીર પણ શેર કરી હતી. તેમાં સ્‍પષ્ટ રીતે જોઇ શકાય છે કે તેમના સરકારી આવાસ પર લાગેલા મુખ્‍યમંત્રી આવાસની દિવાલ ઉપર એક સીસીટીવી કેમેરા લાગેલા છે જે મુખ્‍યમંત્રી આવાસની સુરક્ષા માટે લગાવવામાં આવ્‍યા છે. તેજસ્‍વીએ આરોપ લગાવ્‍યો છે કે આટલી ઉંચાઇ પર સીસીટીવી કેમેરા માત્ર તેમના સરકારી આવાસ પર નજર રાખવા લગાવ્‍યા છે.

તેજસ્‍વીએ પહેલી ટ્‍વિટમાં કહ્યું કે, મુખ્‍યમંત્રી આવાસની ત્રણ તરફ રસ્‍તો છે જયારે પૂર્વ દિશા તરફ તેમનું સરકારી આવાસ છે. તેજસ્‍વીએ કહ્યું કે, નીતિશ કુમારે બાકી ત્રણ જગ્‍યાએ સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર સમજયા નતી, પરંતુ તેમના ઘર તરફ એક ઉંચો સીસીટીવી કેમેરો લગાવી દીધો છે જેથી તે પોતાના વિરોધીઓ પર નજર રાખી શકે. તેજસ્‍વી યાદવે એક સવાલ પણ પૂછ્‍યો છે કે જયારે મુખ્‍યમંત્રી આવાસની પૂર્વ દિશામાં સુરક્ષા માટે સ્‍થાઇ ચેક પોસ્‍ટ બનાવેલી છે તો તેમ જગ્‍યાએ સીસીટીવી કેમેરા લગાવવાની શું જરૂર છે?

ટ્‍વિટમાં તેજસ્‍વી યાદવે કહ્યું કે, નીતીશ કુમારની વિરોધીઓ પર સીસીટીવી મારફતે નજર રાખવાની હરકત તેમને કામમાં આવવાની નથી. બિહારના મુખ્‍યમંત્રીને પહેલાથી ઝેડ પ્‍લસ સુરક્ષા આપવામાં આવી છે અને તે ઇચ્‍છે તો બીજી સુરક્ષા લઇ શકે છે. પરંતુ આટલી ઉંચાઇ પર સીસીટીવી કેમેરા લગાવવા તેમને શોભતા નથી.

તેજસ્‍વીએ કહ્યું કે, પટણા સહિત આખા બિહારમાં ક્રાઈમનો રેશિયો વધી રહ્યો છે અને એવામાં મુખ્‍યમંત્રી માત્ર વિરોધીઓની જાસૂસી કરાવવામાં વ્‍યસ્‍ત છે. તેમણે કહ્યું કે, જનતાની સુરક્ષાની તેમને જરા પણ પડી નથી.

(3:55 pm IST)