Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

દેશના ૧૨૫ કરોડ લોકોનું નામ રામ કરી દો એટલે વિકાસ થઇ જશેઃ હાર્દિક

જો ફકત શહેરોના નામ બદલવાથી વિકાસ થઇ શકે છે અથવા આ દેશ સોનાની ચિડિયા બની શકે છે તો બીજું કોઇ વિશેષ કામ કરવાની જરૂર છે

લખનઉ, તા.૧૫: છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં શહેરોના નામ બદલવા પર રાજકારણ ગરમાયું છે. આ કડીમાં બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્‍યું કે વિધાનસભામાં રાજયના નામ બદલવાના પ્રસ્‍તાવને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્‍યો છે. પરંતુ કેન્‍દ્ર સરકાર માર્ગમાં અવરોધ ઉભા કરી રહી છે. આ વાત અલગ છે કે મમતા બેનર્જી સાથે હાથ મિલાવનાર કરનારા હાર્દિક પટેલનું વલણ કંઈક બીજું જ છે.

હાર્દિક પટેલે જણાવ્‍યું કે જો ફક્‍ત શહેરોના નામ બદલવાથી વિકાસ થઇ શકે છે અથવા આ દેશ સોનાની ચિડિયા બની શકે છે તો બીજું કોઇ વિશેષ કામ કરવાની જરૂર છે. તેણે જણાવ્‍યું કે દેશને સોનાની ચિડિયા બનાવવા માટે તમામ ૧૨૫ કરોડ લોકોનું નામ રામ રાખવું જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોનો પ્રશ્ન મોટો છે. પરંતુ હાલની સરકાર નામ બદલવાની અને મૂર્તિઓના ચક્કરમાં છે.

દેશના ૧૨૫ કરોડ લોકોનું નામ રામ કરી દો એટલે વિકાસ થઈ જશેઃ હાર્દિક

ઉલ્લેખનીય છે કે હાર્દિક ભારતના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં શ્રી કલ્‍કિ મહોત્‍સવના ઉદ્ધાટન સમારોહમાં ભાગ લેવા પહોંચ્‍યો હતો. અહીં સમ્‍મેલનમાં તેના સાથી કાર્યકર્તાઓએ તેનું દિલથી સ્‍વાગત કર્યું હતું. તેણે જણાવ્‍યું કે તે આવતી કાલે લખનઉમાં ખેડૂતો અને યુવા સંગઠનોના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે.

(3:53 pm IST)