Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટાડો

આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૭૭.૨૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ ૭૨.૦૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા

નવી દિલ્હી તા. ૧૫ : પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં સતત આવી રહેવા ઘટાડાને કારણે સામાન્ય લોકોને રાહત મળી છે. ગુરૂવારે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ફરીએક વાર ઘટાડો આવ્યો છે. ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. જયારે ડીઝલમાં પણ ૧૦ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવી ૭૨.૦૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

જયારે મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં ૧૪ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો સામે આવ્યો છે. ત્યાર બાદ અહિં પેટ્રોલના ભાવ ૮૨.૨૦ રૂપિયા પ્રતિલીટર થઇ ગયા હતા. ડીઝલના ભાવમાં પણ ૧૧ પૈસાનો ઘટાડો આવ્યો છછે. જેથી મુંબઇમાં ડીઝલના ભઆવ ઘટીને ૭૫.૫૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૧૩ પૈસાનો ઘટાડો આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલના ભાવ ૭૭.૪૩ રૂપિયા પ્રતિ લીટર થયા છે. પેટ્રોલની સાથે સાથે ડીઝલના ભાવોમાં પણ મંગળવારે ફરી ઘટાડો આવ્યો છે. જેથી દિલ્હીમાં મંગળવારે ડીઝલના ૧૨ પૈસા પ્રતિ લીચર ઘટીને ૭૨.૧૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. જયારે મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો આવ્યો હતો. મંગળવારે મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં ૧૩ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. ઘટાડા બાદ પેટ્રોલની કિંમતોમાં ૮૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર કરી થયા છે. જયારે ડીઝલના ભાવોમાં ૧૨ પૈસાનો ઘટાડો આવતા ૭૫.૬૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

(10:58 am IST)