Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

પાકિસ્તાન સરહદે ડીઆરઆઈ અને આર્મીનું મોટું ઓપરેશન : કરોડોના હથિયાર, દારૂગોળો અને ડ્રગ્સ ઝડપાયા : આતંકી ઠાર

 

નવી દિલ્હી : ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ ( DIR )અને આર્મીએ  ભારત પાકિસ્તાન સીમા પર મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં હથિયાર, દારૂગોળો અને નશાની એક મોટી ખેપ જપ્ત કરી છે. ડીઆરઆઇને માહિતી મળી કે પાકિસ્તાને મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને હથિયારની ખેપ ભારત પહોચવાની છે

   ડીઆરઆઇનાં અધિકારીઓ મુજબ  તેમની ટીમ 15 દિવસ સુધી સેનાની સાથે બંકરોમાં રહી અને આખરે 13 નવેમ્બરની સવારે અખનુર વિસ્તારનાં ગિગરિયાલ ગામ નજીક ડીઆઇઆર અને સેનાને પાકિસ્તાન તરફ હલચલ જોવા મળી હતી. ત્યાર બાદ બંન્નેએ મળીને આતંકવાદીઓને અટકાવવાનો પ્રયાસ કર્યો તો આતંકવાદીઓએ સેના અને ડીઆરઆઇ પર ફાયરિંગ કરી દીધું

   આત્મરક્ષા માટે સેના અને ડીઆઇઆરે ફાયરિંગ કર્યું તો તમામ આતંકવાદીઓ પરત પાકિસ્તાન સીમા તરફ ભાગ્યા તો સેના અને ડીઆઇઆરએ એક સર્જીકલ સ્ટ્રાઇક કરી જેના હેઠળ તે સીમા પર લાગેલ વાડથી એક કિલોમીટર અંદર સુધી ઘુસી ગયા હતા. તે આ વિસ્તાર હતો જે નો મેન્સ જોન કહેવાય છે. સેનાએ પણ જવાબી પાયરિંગ કર્યું જેમાં એક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યો હતો. 

(12:28 am IST)