Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

યુ.એસ.માં IACOABના ઉપક્રમે ૩ નવેં.ના રોજ ઉમંગભેર ઉજવાઇ ગયેલો ‘‘દિવાળી ઉત્‍સવ'': ગણેશ વંદના, ઇન્‍ડિયન મ્‍યુઝીક તથા ડાન્‍સ, ગરબા, તથા બોલીવુડ ગીતોની રમઝટથી ૫૦૦૦ જેટલા ઉપસ્‍થિતો ખુશખુશાલઃ ઔરોરા મેયર,સ્‍ટેટ રીપ્રેઝન્‍ટેટીવ, કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી, શિકાગો ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણ સહિતના મહાનુભાવો ઉત્‍સવમાં જોડાયા

શિકાગોઃ યુ.એસ.માં ઔરોરા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી આઉટરીચ એડવાઇઝરી બોર્ડ (IACOAB)ના ઉપક્રમે ૩ નવેં.૨૦૧૮ શનિવારના રોજ દિવાળી તહેવાર ઉજવાઇ ગયો. જેમાં પાંચ હજાર જેટલા લોકો ઉમટી પડયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ભેગી થયેલી સૌથી વધુ સંખ્‍યા હતી.

ઉજવણીમાં ઔરોરા મેયર રિક મેરવિન, સહિત અગ્રણીઓ સ્‍ટેટ રીપ્રેઝન્‍ટેટીવ, સ્‍ટેટ સેનેટર, કોંગ્રેસમેન બિલ ફોસ્‍ટર તથા રાજા ક્રિશ્નામૂર્થી, શિકાગો ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણ,ડો.રોમી ચોપરા, સુશ્રી શ્વેતલ પટેલ, સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. જે પૈકી સુશ્રી શ્વેતલ પટેલએ સ્‍વામી વિવેકાનંદ સ્‍કોલરશીપ ફંડમાં પાંચ હજારનું ડોનેશન આપ્‍યુ હતું.

દિવાળી તહેવારની આ ઉજવણી પ્રસંગે ઇન્‍ડિયન મ્‍યુઝીક તથા ડાન્‍સ, ગણેશ વંદના, ગરબા તથા બોલીવુડ ગીતોની રમઝટ બોલી હતી.

ઉલ્લેખનીય છે કે IACOAB દ્વારા સ્‍વામી વિવેકાનંદ સ્‍કોલરશીપ ફંડ શરૂ કરાયું છે. જેના નેજા હેઠળ તેજસ્‍વી વિદ્યાર્થીઓ દીઠ એક હજાર ડોલર સ્‍કોલરશીપ આપવામાં આવે છે. જેમાં MIMIT હેલ્‍થકેર તથા પટેલ બ્રધર્સનો સહયોગ મળે છે. ઉપરાંત પબ્‍લીક અવેરનેસ ક્ષેત્રે પણ ઓરગેનાઇઝેશન કાર્યરત છે. જે માટે સંજીવની સાથે સહયોગ સાધ્‍યો છે.

વિશેષ માહિતી AuroralndianBoard@gmail.com દ્વારા મળી શકે છે. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલા દ્વારા જાણવા મળે છે.

(10:23 pm IST)