Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પરમાણુ હથિયાર બનાવાની તૈયારીમાં છે ઈરાન : નહિ માને તો અમેરિકા અને ઈઝરાઈલ કરશે સૈન્ય કાર્યવાહી

પરમાણું સમજૂતી કરાર પર ઈરાન રાજી થાય તેવો અમેરિકાનો પ્રયાસ

નવી દિલ્હી :  ઈરાન છેલ્લા કેટલાક સમયથી પરમાણું હથિયાર બનાવી રહ્યું છે. જેને લઈને અમેરિકા અને ઈઝરાઈલ ની ચીંતા વધી છે. 2015માં ઈરા પરમાણિં સમજૂતી પર રાજી ન થયો જેથી હવે અમેરિકા અને ઈઝરાઇલ અલગથી પ્લાન બી બનાવી રહ્યા છે. બંને દેશોના વિદેશ મંત્રીએ કહ્યું કે જો ઈરાનને ફરીથી સમજૂતીમાં જોડવામાં આવશે અને જો તે ના પાડશે તો તેને મનાવા માટે બિજા રસ્તાઓ વાપરવામાં આવશે.

જોકે તેમણે વિસ્તાર પૂર્વ માહિતી નથી આપી કે તેઓ કયો રસ્તો વાપરશે. જોકે તેમની પાસે બીજા ઘણા વિકલ્પો શામેલ છે જેમા ઈરાન પર પ્રતિબંધ વધારવામાં આવી શકે છે. સાથેજ તેની સામે સૈન્ય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. જોકે બાઈડન પ્રશાસન એવું ઈચ્છી રહ્યું છે કે ઈરાનને ફરી સમજૂતી કરાર સાથે જોડવામાં આવે.

અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે 2018માં અમેરિકાને આ મદ્દાથી અલગ કરી દીધો હતો. જેથી વિદેશનીચી સાથે જોડાયેલો ઉદ્દેશ પણ અધૂરો રહી ગયો હતો. ત્યારબાદથી ઈરાને પણ સમજૂતી કરાર સાથે જોડાયેલી શર્તોમાં ઉલ્લંઘન કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઈરાન જલ્દીથી પરમાણું હથિયાર તૈયાર કરી કાઢશે.

અમેરિકામાં હાલ બાઈડન પ્રશાસન પરમાણું સમજૂતી સાથે જોડવા માગે છે. પરંતુ તેમને એ વાતનો ડર છે કે ઈરાન સમજૂતી સાથે જોડાવા માટે નવી શર્તો મુકી શકે છે. ત્યારે આા સમયે અમેરિકા પાસે માત્ર કૂટનૈતિક વિકલ્પ રહેશે. બીજી તરફ ઈઝરાઈલ પણ પરમાણું સમજૂતના પક્ષમાં નથી રહ્યું 2015માં ઓબામા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. ત્યારે પણ ઈઝરાયલે આ વાતનો વિરોધ કર્યો હતો.

(11:21 pm IST)