Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ED નું સમન્સ રદ કરવા શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલે

કરેલી અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી : સિટી કો-ઓપરેટિવ બેંક સાથે કથિત 980 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને પડકારી હતી


મુંબઈ :  શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને પડકારી હતી . જે  સિટી કો-ઓપરેટિવ બેંક સાથે કથિત  980 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ નીતિન જામદાર અને એસવી કોટવાલની ખંડપીઠે કહ્યું કે એડસુલ આગોતરા જામીનના વૈધાનિક ઉપાયનો આશરો લઈ શકે છે અને ક્રિમિનલ પ્રોસીજર કોડ (CrPC) ની કલમ 482 હેઠળ કાર્યવાહીમાં દખલ કરવાનો અમારો કોઈ આશય નથી.

ઉલ્લેખનીય છે કે કે ઇડી સમક્ષ કાર્યવાહી ભાજપના સાંસદનવનીત કૌરના પતિ રવિ રાણાની ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી હતી.અડસુલે બોમ્બે હાઇકોર્ટમાં નવનીત કૌરના જાતિ પ્રમાણપત્રને પડકાર્યુ હતું. જે સામે  સુપ્રીમ  કોર્ટે સ્ટે આપ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:51 pm IST)