Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

આર્યન કેસ દ્વારા લખીમપુર ઘટનાથી ધ્યાન ભટકાવાયું

કોંગ્રેસના નેતાનો સરકાર પર ગંભીર આક્ષેપ : આર્યન ખાન- નાર્કોટિક્સ બ્યુરો ઈન્વેસ્ટિગેશન, નશીલા પદાર્થ રાખવા અથવા ઉપયોગ કરવાનો કોઈ પુરાવો નથી

નવી દિલ્હી, તા.૧૫ : વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે શુક્રવારે આરોપ લગાવ્યો કે આર્યન ખાન કેસ દ્વારા લખીમપુર ખીરીની ઘટનાથી ધ્યાન ભટકાવવામાં આવ્યુ છે.

પ્રસિદ્ધ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન (૨૩) ની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ ત્રણ ઓક્ટોબરે ધરપકડ કરી હતી.

ગૃહ રાજ્ય મંત્રી મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ત્રણ ઓક્ટોબરે ચાર ખેડૂતોના મોત મામલે ગયા શનિવારે ઉત્તર પ્રદેશ પોલીસની ધરપકડ કરી હતી. કપિલ સિબ્બલે એક ટ્વીટમાં કહ્યુ, આર્યન ખાન- નાર્કોટિક્સ બ્યુરો ઈન્વેસ્ટિગેશન, નશીલા પદાર્થ રાખવા અથવા ઉપયોગ કરવાનો કોઈ પુરાવો નથી. આશિષ મિશ્રા સાથે સફળતાપૂર્વક ધ્યાન ભટકાવવામાં આવ્યુ. લખીમપુર ખીરીની ઘટના પર દબાણ વધારતા કોંગ્રેસનુ એક પ્રતિનિધિમંડળ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા.

વધુ એક ટ્વીટમાં કપિલ સિબ્બલે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતના ૧૦૧માં સ્થાન પર પહોંચવાને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે નિશાન સાધતા લખ્યુ, ગરીબી અને ભૂખ ખતમ કરવા, ભારતને એક વૈશ્વિક શક્તિ બનાવવા, ડિજિટલ અર્થવ્યવસ્થા સહિત અન્ય ઘણી જ વાતો માટે મોદીજીને શુભકામનાઓ.

(7:21 pm IST)