Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ભારતીય ક્રિકેટ ટીમના 7 સ્‍ટાર ક્રિકેટરોએ લગ્ન માટે ધર્મની દિવાલો તોડી દીધી અને રિવાજો માનવાનો ઇન્‍કાર કરી દીધો

ઝહીર ખાન, યુવરાજસિંહ, મોહમ્‍મદ કૈફ, મંસુર અલીખાન પટોડી સતિનાએ પ્રેમની આગળ ધર્મ ના જોયો

નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટને ધર્મ સમાન ગણવામાં આવે છે. ભારતીય લોકો ક્રિકેટના દિવાના છે, જ્યાં ધર્મ અને ક્રિકેટને એક સ્થાન  મળે છે. ભારતમાં ધર્મ ગણાતા ક્રિકેટમાં એવા ઘણા ક્રિકેટર્સ છે, જેણે ધર્મથી ઉપર ઉઠી પોતાના પ્રેમની ગાઠ બાંધી. ભારતીય ક્રિકેટમાં એવા ઘણા ખેલાડી છે, જેણે પ્રેમની આગળ ધર્મને જોયો નહીં અને બીજા ધર્મમાં લગ્ન કર્યા. આવો એક નજર કરીએ તે 7 ક્રિકેટરો પર જેણે બીજા ધર્મમાં લગ્ન કર્યા.

ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે

ભારતીય પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને ધર્મથી અલગ નિકળતા હિન્દુ યુવતીને પોતાની બનાવી. ઝહીર ખાને બોલીવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગેની સાથે વર્ષ 2017માં નિકાહ કર્યા. સાગરિકા ઘાટગે બોલીવુડ ફિલ્મ ચક દે ઈન્ડિયામાં કામ કરી ચુકી છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

યુવરાજ સિંહે ભારતીય ક્રિકેટ માટે શાનદાર યોગદાન આપ્યુ છે. યુવરાજ સિંહે ભારતને વર્ષ 2007નો ટી20 વિશ્વકપ અને 2011નો 50 ઓવર વિશ્વકપ અપાવવામાં મહત્વની ભૂમિકા બજવી હતી. યુવરાજ સિંહે ધર્મથી ઉપર ઉઠતાં શીખ ધર્મ હોવા છતાં ઈસાઈ યુવતી અને અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા.

મોહમ્મદ કેફ અને પૂજા યાદવ

મોહમ્મદ કેફની ઈંગ્લેન્ડમાં ભારતને વર્ષ 2002માં નેટવેસ્ટ ટ્રોફી અપાવવામાં મહત્વની ભૂમિકા રહી હતી. તે નેટવેસ્ટ ટ્રોફીએ ભારતીય ક્રિકેટની તસવીર બદલી નાખી. મોહમ્મદ કેફનું કરિયર તો લાંબુ ચાલ્યું નહીં પરંતુ તેને હિન્દુ યુવતી સાથે પ્રેમ થઈ ગયો. કેફે વર્ષ 2011માં પૂજા યાદવ નામની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

મંસૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોર

ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પૂર્વ દિગ્ગજ કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડી અને બોલીવુડ અભિનેત્રી શર્મિલા ટાગોરની જોડી ખુબ ખાસ રહી છે. મંસૂર અલીએ ધર્મની જાળ તોડીને હિન્દુ-બંગાળી યુવતી શર્મિલા ટાગોરને પોતાની જીવનસાથી બનાવી અને આ જોડી સુપરહિટ સાબિત થઈ.

દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને પ્રથમ લગ્નમાં ઝટકો લાગ્યો. પ્રથમ પત્ની નિકિતા સાથે છુટાછેડા બાદ દિનેશ કાર્તિકે ઈસાઈ ધર્મની સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલને પોતાની જીવનસાથી બનાવી. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલે 2015માં લગ્ન કર્યા હતા.

મોહમ્મદ અઝહરુદ્દીન અને સંગીતા બિજલાની

ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની વાત કરીએ તો તેમણે પોતાના પ્રથન લગ્ન નૌરિન નામની યુવતી સાથે કર્યા, પરંતુ નૌરિન સાથે વર્ષ 1996માં તલાક થઈ ગયા. ત્યારબાદ અઝહરુદ્દીને બોલીવુડ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે બીજા લગ્ન કર્યા. સંગીતા બિજલાની સાથે અઝહરુદ્દીને ધર્મને ન જોતા પોતાની બનાવી હતી. સંગીતા સાથે પણ અઝહરનો સંબંધ લાંબો ચાલ્યો નહીં.

અજીત અગરકર અને ફાતિમા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર મરાઠી પરિવારમાંથી આવે છે, પરંતુ તેને એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઈ ગયો. વર્ષ 2007માં પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે પોતાના મિત્રની બહેન ફાતિમા સાથે લગ્ન કરી લીધા.

(5:32 pm IST)