Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

છેલ્લા એક દસકાનો સર્વે : દેશના 11 રાજ્યોમાં ખ્રિસ્તીઓની વસતીમાં 30 ટકાનો વધારો : 9 રાજ્યોમાં મુસ્લિમોની વસતીમાં પણ 30 ટકાનો વધારો : ગેરકાયદે ઘુસેલા વિદેશીઓ તથા ધર્માન્તર જવાબદાર : વિજયા દશમી પર્વ નિમિત્તે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતેનું ઉદબોધન

નાગપુર : આરએસએસ ના સ્થાપના દિન તથા વિજયા દશમી પર્વ નિમિત્તે  સંઘના હેડ ક્વાર્ટર નાગપુર મુકામે ઉદબોધન કરતા સર સંઘચાલક મોહન ભાગવતે એ જણાવ્યું હતું કે આગામી 50 વર્ષને ધ્યાનમાં રાખીને નવેસરથી દેશની વસતી  ગણતરી કરવાની જરૂર છે. આ બાબતને રાજકીય કે સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી જોવાની જરૂર નથી.

તેમણે કહ્યું હતું કે છેલ્લા એક દસકામાં દેશના 11 રાજ્યોમાં ખ્રિસ્તીઓની વસ્તીમાં 30 ટકાનો વધારો થયો છે.તેમજ 9 રાજ્યોમાં મુસ્લિમોની વસતીમાં  પણ 30 ટકાનો વધારો થયો છે.જે માટે ગેરકાયદે ઘુસેલા વિદેશીઓ તથા ધર્માન્તર જવાબદાર છે. આથી નવેસરથી વસતી ગણતરી કરવામાં આવે તો કેટલા લોકો દેશમાં ગેરકાયદે ઘુસી ગયા છે તથા કેટલા લોકોએ ધર્માન્તર કર્યું છે.તે જાહેર થઇ શકે.

તેમણે ઉમેર્યું હતું કે અમુક રાજ્યો એક કે બે બાળકો બસ તેવી યોજનામાં આગળ વધી રહ્યા છે. કારણકે વસતી વિસ્ફોટ દેશના વિકાસ માટે અવરોધક છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(2:08 pm IST)