Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પ્રાઇવેટ સ્કૂલો ફી વસૂલવા પગલાં ભરી શકે છે : હપ્તાની મુદત વીતી ગયા પછી પણ ફી ન ભરનાર વાલીઓ પાસેથી કાયદાની મર્યાદામાં રહીને ચડત ફી વસૂલવા સુપ્રીમ કોર્ટની મંજૂરી

ન્યુદિલ્હી :  હપ્તાની મુદત વીતી ગયા પછી પણ ફી ન ભરનાર વાલીઓ પાસેથી કાયદાની મર્યાદામાં રહીને ચડત ફી વસૂલવા સુપ્રીમ કોર્ટએ પ્રાઇવેટ સ્કૂલોને મંજૂરી આપી છે.

3 મે ના રોજ નામદાર કોર્ટે પ્રાઇવેટ સ્કૂલોને હપ્તેથી ફી વસુલ કરવાની સૂચના આપી હતી. તથા ફી ન ભરી શકનાર બાળકનો ઓનલાઇન કે ફિઝિકલ અભ્યાસ બગડે નહીં તે જોવા તાકીદ કરી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યા પછી પ્રાઇવેટ સ્કૂલોએ અમુક વાલીઓ પાસેથી હજુ સુધી ચડત હપ્તા મળેલ નથી.તેવી રાવ કરતા નામદાર કોર્ટે 3 મે ના નિયમનું પાલન કરવાની સાથે કાયદાની મર્યાદામાં રહીને ચડત રકમ વસુલવાની મંજૂરી આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:33 pm IST)