Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ચિલ્ડ્રન હોમમાં રહેલી બે પુત્રીઓ માતાપિતાને પાછી સોંપવાના 5 લાખ રૂપિયા : આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરે લાંચ માગ્યાના અહેવાલ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થતા કેરળ હાઇકોર્ટે સૂઓ મોટો કેસ દાખલ કર્યો

કેરળ : ચિલ્ડ્રન હોમમાં રહેલી બે પુત્રીઓ માતાપિતાને પાછી સોંપવાના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરે 5 લાખ રૂપિયા લાંચ પેટે માગ્યા હોવાનો અહેવાલ સ્થાનિક વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થતા કેરળ હાઇકોર્ટે સૂઓ મોટો કેસ દાખલ કર્યો છે.તથા કોચી સીટી પોલીસ કમિશનરને સીલ કવરમાં રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે. તથા જણાવ્યું છે કે જો ઘટના સાચી હોય તો તે અત્યંત ગંભીર બાબત છે.

પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હીમાં રહેતું દંપતી છેલ્લા 11 વર્ષથી કોચીમાં સ્થાયી થયું હતું. તેમની બે સગીર પુત્રીઓ માતાપિતાને જાણ કર્યા વિના દિલ્હી જતી રહી હતી.મોટી પુત્રીને તેના બોય ફ્રેન્ડે ઘર છોડી દિલ્હી આવતા રહેવાનું જણાવતા બંને બહેનો દિલ્હી ગઈ હતી. માતાપિતાએ બંને પુત્રીઓ ગમ થયાની ફરિયાદ નોંધાવતા દિલ્હી પોલીસે બંને પુત્રીઓને ફૈઝલ તથા સુબૈર નામક યુવાન સાથે પકડી પાડી હતી. જ્યાં બંને આરોપીઓએ મોટી પુત્રી ઉપર  બળાત્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

બંને પુત્રીઓને કોચી ચિલ્ડ્રન હોમમાં દાખલ કરાઈ હતી.જ્યાંથી પોતાના ઘેર પાછી લઇ જવાના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરે 5 લાખ રૂપિયા લાંચ પેટે માગ્યા હોવાના સમાચારો પ્રસિદ્ધ થયા હતા.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)