Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

હાથ કાપી બેરિકેડથી લટકાવાયો

સિંધુ બોર્ડર પર આંદોલનકારીઓના મંચ નજીક એક યુવકની લાશ મળી

નવી દિલ્હી તા. ૧૫ : સિંધુ બોર્ડર પર જયાં ખેડૂત આંદોલન કરી રહ્યા છે.ઙ્ગત્યાં યુવકની નિર્દયતાથી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ તેના હાથ કાપીને તેને બેરિકેડથી લટકાવવામાં આવ્યા. લાશ મળ્યા બાદ જ સિંધુ બોર્ડર પર હોબાળો મચ્યો હતો. આંદોલનકારી શરુઆતમાં પોલીસને પણ મુખ્ય મંચની પાસે નહોંતા જવા દઈ રહ્યા. જો કે બાદમાં કુંડલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ તેની લાશને ઉતારી અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા.

સિંધુ બોર્ડર પર આંદોલનકારીઓના મુખ્ય મંચની પાસે સવારે શખ્સની લાશ લટકતી મળી. તેની ઉંમર ૩૫ વર્ષની નજીક છે. યુવકના શરીર પર ધારદાર હથિયારથી હુમલાના નિશાન જોવા મળ્યા છે. જે યુવકોને મારવામાં આવ્યો છે તેના હાથ કાંડાથી કાપી નાંખવામાં આવ્યા છે. આ હત્યાનો આરોપ નિહંગો પર લગાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી, હરિયાણા અને યૂપીની અલગ અલગ સીમાઓ પર ખેડૂત ૩ નવા કૃષિ કાયદાની વિરુધ્ધ ધરણા આપી રહ્યા છે. આ ધરણાને ૯ મહિનાથી વધારે સમય વીતી ગયો છે. ખેડૂત સંગઠનો અને સરકારની વચ્ચે મીટિંગો પણ થઈ. પરંતુ અત્યાર સુધી કોઈ હળ નથી નિકળી શકયો. ખેડૂતોનું કહેવું છે કે તે લોકો કૃષિ કાયદાની વાપસી પહેલા અહીંથી નહીં હટે. ત્યારે સરકારનું કહેવું છે કે તે કાયદાને પાછા નહીં લે. પરંતું ખેડૂતોએ દર્શાવેલા શકય ફેરફાર કરવા તૈયાર છે.

(11:03 am IST)