Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વિરાટ કોહલી ભારતની શાન છે : સૌરવ ગાંગુલી

અધ્યક્ષ બનતા પહેલા વિરાટની પ્રશંસા : કોઇપણ દબાણ વગર ક્રિકેટના હિતમાં કામ કરવા માટેની ખાતરી : વીરુ સહિત અન્યોએ ગાંગુલીને શુભેચ્છા આપી

નવી દિલ્હી, તા. ૧૫ : ક્રિકેટ જગતના લોકપ્રિય કેપ્ટન તરીકે રહી ચુકેલા સૌરવ ગાંગુલીને આજે મહાન ખેલાડી વિરેન્દ્ર સહેવાગે શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ માટે હવે ખુબ સારા દિવસો આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત કેટલાક અન્ય ક્રિકેટરોએ પણ સૌરવ ગાંગુલીને શુભેચ્છા પાઠવી છે જેમાં મોહમ્મદ કૈફ અને વીવીએસ લક્ષ્મણનો સમાવેશ થાય છે. ગાંગુલીએ સોમવારના દિવસે ઉમેદવારી નોંધાવી હતી. પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ટ્વિટર પર ગાંગુલીને શુભેચ્છા પાઠવી છે. સહેવાગે કહ્યું છે કે, દેર છે પરંતુ અંધેર નથી તે કહેવાત હવે ખરેખર સાચી સાબિત થઇ છે. સૌરવ ગાંગુલીના યોગદાનતી ક્રિકેટ વધારે સારી થશે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ખુબ મહત્વપૂર્ણ સમયગાળો આવીને જતો રહ્યો છે. બીજી બાજુ બીસીસીઆઈના અધ્યક્ષ બનતા પહેલા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની ભારે પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, તે ભારતની શાન તરીકે છે. તે કોઇપણ દબાણ વગરકામ કરશે.

            તેમના પર કોઇપણ દબાણ નથી. સૌરવે એમ પણ કહ્યું હતું કે, તેઓ સ્વતંત્રરીતે કામ કરવામાં વિશ્વાસ રાખે છે. ક્રિકેટની વિચારધારાનો ઉપયોગ કરશે. સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, આ પદ તેમના માટે ગર્વની બાબત છે. દુનિયાની સૌથી અમીર ક્રિકેટ સંસ્થા (બીસીસીઆઇ)ના પ્રમુખ તરીકે હાઇ ડ્રામા બાદ આખરે પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટસમેન સૌરવ ગાંગુલીએ  બાજી મારી લીધી હતી. બીસીસીઆઇના નવા પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂંક કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. જો કે મુંઇની ફાઇવ સ્ટારમાં હોટેલમાં યોજાયેલી આ બેઠક ભારે નાટ્યાત્મક દોરમાંથી  પસાર થઇ હતી. બેઠકમાં બીસીસીઆઇના વડાની પસંદગી કરવા માટે જોરદાર ચર્ચા ચાલી હતી. પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને એન શ્રીનિવાસના જુથ સામ સામે આવી ગયાહતા.

(8:09 pm IST)