Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આગામી યુદ્ધો સ્વદેશી શસ્ત્રોથી લડીને જીતીશું

સ્વદેશી ટેકનોલોજી પર ભાર

નવી દિલ્હી, તા.૧૫ : સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે આજે સશસ્ત્ર દળોમાં સ્વદેશી ટેકનોલોજીને મોટાપાયે વધારવાની તરફેણ કરી હતી અને કહ્યું હતું કે, ભારત આગામી યુદ્ધ દેશમાં જ વિકસિત કરવામાં આવેલા હથિયારોની સાથે મળીને લડશે અને જીત મેળવશે. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતાના ૭૦ વર્ષ બાદ પણ ભારત દુનિયામાં હથિયારો અને દારુગોળાના મામલામાં સૌથી મોટા આયાતકાર દેશ તરીકે છે તે બાબત યોગ્ય નથી પરંતુ હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. એક કાર્યક્રમમાં બોલતા જનરલ રાવતે કહ્યું હતું કે, હથિયારો અને અન્ય પ્રણાલીઓનું નિર્માણ ભાવિ યુદ્ધને ધ્યાનમાં લઇને હોવું જોઇએ.

(8:03 pm IST)