Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઇકબાલ મેમણ સાથે લેન્ડ ડિલ સંપૂર્ણ કાયદેસર હતી

ભારે હોબાળો થયા બાદ પ્રફુલ પટેલે ખુલાસો કર્યો : સંપૂર્ણરીતે કાયદાકીય ડિલ હોવાથી બિનજરૂરીરીતે વિવાદ થઇ રહ્યો છે : ઇકબાલ મેમણના સંદર્ભમાં આપેલી વિગતો

મુંબઈ, તા. ૧૫ : એનસીપીના નેતા પ્રફુલ પટેલે પોતાના ફેમિલી અને મિરચીના નામથી કુખ્યાત રહેલા ઇકબાલ મેમણની વચ્ચે ફાઈનાન્સિયલ ડિલને લઇને આજે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે ઇકબાલ મેમણ સાથે જમીનની સોદાબાજી લઇને આક્ષેપ થઇ રહ્યા છે તે સમજૂતિ સંપૂર્ણપણે કાયદાકીયરીતે કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, જમીનનો પૂર્ણ ઇતિહાસ રહેલો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઇરીતે વિવાદાસ્પદ જમીનને ૧૯૯૦માં મુંબઈ હાઈકોર્ટની દેખરેખમાં એક શખ્સ એમકે મોહમ્મદ દ્વારા હજરા ઇકબાલ મેમણને વેચી દેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ત્યારબાદ તેમના પરિવારના કેટલાક વિવાદ થયા હતા અને છેલ્લે ઇકબાલ મેમણની સાથે વર્ષ ૨૦૦૪માં જમીનને લઇને સોદાબાજી થઇ હતી. આ સોદાબાજી રજિસ્ટ્રારની સામે આવી હતી. તમામ દસ્તાવેજો કલેક્ટરની સમક્ષ રજૂ કરાયા હતા. જો ઇકબાલ મેમણ દોષિત રહ્યો હોત તો એ વખતે જ વહીવટીતંત્રએ આ સોદાબાજી રોકી દીધી હોત. ઇડીએ આજે જમીન સોદાબાજીને લઇને પ્રફુલ પટેલ સામે સમન્સ જારી કર્યું હતું અને તેમને ૧૮મી ઓક્ટોબર સુધી ઉપસ્થિત થવા માટે સૂચના આપી છે.

          સાથે સાથે કેટલીક સૂચનાઓ પણ આપી છે. મિડિયામાં હાલમાં શું ચાલી રહ્યું છે તે સંદર્ભમાં કોઇ વાત કરવા માટે તૈયાર નથી. કારણ કે, તેમની પાસે તથ્યોને લઇને માહિતી નથી. મિડિયા રિપોર્ટના કેટલાક અંશ તેમની પાસે આવ્યા છે. દરેક વ્યક્તિને પોતાની દ્રષ્ટિએ હિસાબથી તેનો અર્થ કાઢવાનો અધિકાર છે. તેઓ ચૂંટણી પ્રચારમાં હતા પરંતુ મિડિયામાં જે અહેવાલ આવી રહ્યા હતા તેને લઇને સ્પષ્ટતા કરવા માટે પ્રચાર અધવચ્ચે મુકીને પરત આવવાની ફરજ પડી છે. પ્રફુલ પટેલે કહ્યું હતું કે, સીજે હાઉસ નામની એક બિલ્ડિંગ વર્લીમાં આવેલી છે. એ બિલ્ડિંગના એક હિસ્સામાં ત્રીજા માળે એક શખ્સ રહેતો હતો. મુદ્દો એ છે કે, તે શખ્સ ત્યાં કઇરીતે રહેતો હતો. સવાલ એ છે કે, શું તેના અને તેના પરિવારના સભ્યો સાથે તેમના સંબંધ છે કે કેમ. પ્રફુલ પટેલે જમીનના ઇતિહાસના સંદર્ભમાં વાત કરતા કહ્યું છે કે, આ જમીનને માધવરાવ જીવાજીરાવ સિંધિયાએ ૧૯૬૩માં કેટલાક લોકોને વેચી મારી હતી જેમાં તેના પરિવારના ૨૧ લોકો સામેલ રહ્યા હતા જ્યાં સીજે હાઉસ છે. તે પ્લોટ ઉપર સ્થિત છે અને ૧૯૭૦માં બન્યા હતા. તેમના પિતાના અવસાન બાદ કેટલાક પારિવારિક વિવાદ થયા હતા અને જમીનનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ૧૯૭૮થી લઇને આ મામલો મુંબઈ હાઈકોર્ટની દેખરેખમાં હતો. ઇમારતની પાછળ કેટલાક લોકોએ ગેરકાયદે ઇમારતો બનાવી લીધી હતી.

            હકીકતમાં આ બે રેસ્ટોરન્ટ હતા જેનો ગેરકાયદે કબજો હતો જેનું નામ એમકે મોહમ્મદ હતું. હાઈકોર્ટના રિસિવરે ૨૧મી માર્ચ ૧૯૮૮ના દિવસે સાત લાખ રૂપિયા સેટલમેન્ટ આપવા માટે કહ્યું હતું અને કોર્ટ ઓર્ડર બાદથી આ જમીન તેની પાસે જતી રહી હતી. ચોથી એપ્રિલ ૧૯૯૦ના દિવસે આ શખ્સે કોર્ટની દેખરેખમાં આ જમીન ઇકબાલ મેમણને વેચી દીધીહતી. ૧૯૯૦ સુધી આ ઇતિહાસ રહ્યો હતો. પ્રફુલ પટેલેકહ્યું હતું કે, ૨૦૦૪માં જે જમીનની ડિલ થઇ હતી તે હાઈકોર્ટના આદેશ મુજબ થઇ હતી. પ્રફુલ પટેલે કહ્યું હતું કે, ૨૦૦૪માં જે સોદાબાજી થઇ હતી તેને લઇને વિવાદ થયો હતો. ઇકબાલ મેમણને લઇને જો કોઇ શંકા રહી હોત તો તેને પકડી લેવામાં આવ્યો હોત. ઇકબાલ મેમણના પરિવારના સભ્યો આવકવેરાની ચુકવણી કરતા હતા. ૧૯૯૯થી તેની પાસે પાસપોર્ટ હતો. કોઇ રોકટોક વગર યુએઇ અવરજવર કરતો હતો. અમે એ જમીનના ટુકડાના માલિક હતા જેથી અમે આ સોદાબાજીને લઇને ઇન્કાર કરી શકીએ નહીં. ઇકબાલ મેમણના તમામ દસ્તાવેજોની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તે વખતે કોઇ વિગત સપાટી પર આવી ન હતી. ભાજપે આની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, પટેલ પરિવાર અને દાઉદ વચ્ચે સંબંધો રહ્યા છે.

(7:57 pm IST)