Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

HDFC એ લોનના વ્યાજદરમાં ૦.૧૦ ટકાનો ઘટાડો કર્યો

વ્યાજદર ઘટાડાનો લાભ નવા અને જૂના બંને ગ્રાહકોને મળશેઃ આજથી અમલ

નવી દિલ્હી તા.૧૫: દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એચડીએફસીએ પોતાા ગ્રાહકોને દિવાળીની મોટી ભેટ આપી છે. બેન્કે ફલોટિંગ લોન પર ઇન્ટરેસ્ટ રેટમાં ૧૦ બીપીએસ એટલે કે ૦.૧૦ ટકાનો ઘટાડો કર્યો છે. ફેસ્ટિવ સિઝનને જોઇને ગ્રાહકો માટે બેન્કે મોટી રાહત આપી છે. આ ઘટાડાથી બેન્ક પણ એ યાદીમાં સામેલ થઇ ગઇ છે, જેમાં અન્ય બેન્કોએ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યો છે. એચડીએફસીએ એક નિવેદનમાં એવું પણ જણાવ્યું છે કે આ ઘટાડાનો લાભ નવા-જૂના બંને ગ્રાહકોને મળશે. ઘટાડેલા નવા દર ૧૫ ઓકટોબરથી લાગુ પડી જશે.

પગારદાર લોકો માટે નવા ઇન્ટરેસ્ટ રેટ હવે ૮.૨૫ ટકાથી લઇને ૮.૬૫ ટકાની વચ્ચે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આરબીઆઇએ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ તમામ બેન્કો પર દબાણ લાવવામાં આવ્યું છે કે આ ઘટાડાનો લાભ તેઓ તેમના ગ્રાહકોને આપે. એચડીએફસી પહેલા એસબીઆઇએ પણ વ્યાજદરમાં ૦.૧૦ ટકાનો ઘટાડો કર્યો હતો.

(4:05 pm IST)