Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મહારાષ્ટ્ર : ભાજપના સંકલ્પ પત્રમાં ૧ કરોડ જોબનુ વચન

શિવ સેના બાદ ભાજપના સંકલ્પપત્રમાં અનેક વચન : સંકલ્પ પત્રમાં આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને કૃષિ પર ધ્યાન કેન્દ્રિત થયુ : સંપૂર્ણ મહારાષ્ટ્રને ઇન્ટરનેટથી જોડાશે

મુંબઇ,તા. ૧૫ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરવામા ંઆવ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના દ્વારા પોત પોતાની રીતે ચૂંટણી સંકલ્પપત્ર જારી કરવામાં આવ્યા બાદ આની ભારે ચર્ચા જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર સત્તા કબજે કરવાના ઇરાદા સાથે ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. પહેલા શિવસેનાએ પોતાના મેનિફેસ્ટો જારી કરીને કેટલાક વચનો આપ્યા હતા. હવે આજે ભારતીય જનતા પાર્ટીએ ઘોષણાપત્ર જારી કરીને માહિતી આપી છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક લોકલક્ષી વચનો આપ્યા છે. આ વચન મારફતે સત્તા હાંસલ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સંકલ્પ પત્રમાં ભારતીય જનતા પાર્ટીએ આરોગ્ય, શિક્ષણ અને કૃષિ પર વધારે ભાર મુક્યો છે. સાથે સાથે તમામ વર્ગને સાધવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં ખેડુતો અને યુવાનોને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કર્યા છે. ખેડુતોને દિવસમાં ૧૨ કલાકથી વધારે વીજળી આપવાના વચન સાથે બાજપે યુવાનોને એક કરોડ રોજગાર આપવાની વાત કરી છે. સાથે સાથે ભારત નેટ અને મહારાષ્ટ્ર નેટ સાથે સંપૂર્ણ મહારાષ્ટ્રને જોડી દેવાની વાત કરી છે.

              ભાજપે પોતાના ઘોષણાપત્રમાં ૨૦૨૨ સુધી દરેક ઘર માટે પીવાનુ પાણી ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. મુળભુત સુવિધા માટે કેન્દ્ર સરકારના સહકાર સાથે પાંચ લાખ કરોડ રૂપિયાનુ રોકાણ કરવામાં આવનાર છે. એક કરોડ પરિવારોને મહિલા બચચ ગ્રુપ સાથે જોડીને રોજગારીની ખાસ તકો ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે. આવનાર પાંચ વર્ષોમાં કૃષિમાં લાગતી વિઝળીને સૌર ઉર્જા પર આધારિત બનાવી દઇને ખેડુતોને દિવસમાં ૧૨ કલાકથી વધારે વીજળી પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. શિવ સેના દ્વારા પણ જે વચનો આપ્યા છે તેમાં વિજળીના દરોમાં ૩૦ ટકા ઘટાડો કરવાની વાત કરી છે.

(8:06 pm IST)