Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આ અમેરિકા છે

શક્કરટેટ્ટી-ખરીદવા ટેક્ષઃ ટેટુ કરાવવા પર ટેક્ષઃ ફલશનો ઉપયોગ કરવામાં પણ ટેક્ષ

ન્યુયોર્ક, તા.૧પઃ દરેક દેશમાં નાગરિકો ટેકસ પેટે નિશ્યિત ધનરાશિ સરકારને ચુકવે છે. આ ટેકસનો ઉપયોગ લોકોના હિતના કામોમાં કરવામાં આવે છે. ટેકસ ચુકવવાથી દેશનો વિકાસ થાય છે અને સરકારી ખજાનામાં ધન એકત્ર થાય છે. પરંતુ તમે કયારેય વિચાર્યું છે એવા કામના ટેકસ વિશે જે આપણા દેશમાં સામાન્ય ગણવામાં આવે છે ? આવા કામ એટલે કે ટૈટૂ બનાવવું.

શક્કરટેટી ખરીદવી તે પછી ફલસ કરવું ? અમેરિકા સૌથી શકિતશાળી દેશ છે. પરંતુ તમે જાણતા નહીં હોય તે અહીંના ન્યૂજર્સીમાં શક્કટેટી ખરીદવા પર ટેકસ ચુકવવો પડે છે. એટલું જ નહીં ટૈટૂ કરાવવા પર પણ ટેકસ ભરવો પડે છે. ટેટૂ માટે વ્યકિતએ ૬ ટકા સેલ્સ ટેકસ ચુકવવો પડે છે. અમેરિકાના મૈરીલેન્ડમાં સરકાર ટોયલેટમાં ફ્લશનો ઉપયોગ કરવા માટે લોકો પાસેથી મહિનાના ૩૫૫ રૂપિયાનો ટેકસ વસુલે છે.

આ પૈસાનો ઉપયોગ ગટરની સફાઈ માટે કરવામાં આવે છે. અમેરિકાના અલબામાં પત્ત્।ા રમવા માટે પણ ટેકસ ચુકવવો પડે છે. પત્તા રમતા લોકોએ ૭૧ રૂપિયાની ફી સાથે ૨૧૩ રૂપિયા દર વર્ષે લાયસન્સ માટે આપવા પડે છે. આ ટેકસ ૫૪ પત્ત્।ાની કેટ ખરીદનારને લાગુ થાય છે. અમેરિકાના એરિજોનામાં આઈસ બ્લોક ખરીદવા પર પણ ટેકસ ભરવો પડે છે. અહીં આઈસ કયૂબ ખરીદનારને ટેકસ આપવો પડતો નથી પરંતુ બ્લોક ખરીદે તેને ટેકસ ચુકવવો પડે છે.

(4:00 pm IST)