Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનું આકરૂ પગલું: ગૌશાળાની જમીન હડપ કરવાના પ્રકરણમાં જીલ્લા અધિકારી સહિત પાંચ સસ્પેન્ડ

લખનઉ તા. ૧પઃ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં સરકાર દ્વારા એક તરફ ગૌવંશને બચાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તો બીજી તરફ ફરજમાં બેદરકાર અધિકારી ગૌવંશનું નાણુ પણ પડાવી લેવાયા લાગ્યા છે. ત્યારે ગૌશાળાની ૩પ૦ એકર જમીન હડપ કરી લેવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ પ્રકરણમાં જીલ્લા અધિકારી ર એસડીએમ ત્રણ પશુ આરોગ્ય અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તમામ સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

યોગી આદિત્યનાથની આગેવાનીમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દરેક જીલ્લામાં ગૌવંશને બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રકરણ બાદ ડો. ઉજજલને મહરાજગંજના નવા ડીએમ તરીકે નિયુકત કરાયા છે.

(3:56 pm IST)