Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

EPFOએ પીએફ ખાતામાં વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધું

ઇપીએફ મેમ્બર્સ માટે ઇ-નોમિનેશનની સુવિધા પણ શરૂ કરવામાં આવી

નવી દિલ્હી,તા.૧૫:કર્મચારી ભવિષ્યાનિધિ સંગઠન (ઇપીએફઓ)ના છ કરોડથી વધુ સભ્યોને દિવાળી પહેલાં એક મોટી ભેટ આપવાનું શરૂ કરાયું છે. ઇપીએફઆઓએ પીએફ ખાતામાં વ્યાજ ક્રેડિટ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાંય પીએફ ખાતાંઓમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૮.૬૫ ટકાના દરે વ્યાજ જમા થઇ ગયું છે.

આ ઉપરાંત ઇપીએફઓએ. હવે ડિજિટલાઇઝેશનની તરફ એક વધુ પગલું ભરીને ઇ-નોમિનેશનની સુવિધા શરૂ કરી દીધી છે, તેનાથી સબસ્ક્રાઇબર અથવા તેના નોમિની માટે પીએફ અને પેન્શનનો કલેમ મેળવવાનું અગાઉથી જ સરળ અને પારદર્શી થઇ જશે.

હવે ઇપીએફઓના સબસ્ક્રાઇબર્સ એક મિસ્ડ કોલ, એસએમએસથી ઓનલાઇન પીએફનું બેલેન્સ જાણી શકશે. જો તમારો યુએએન નંબર ઇંપીએફઓ પાસે રજિસ્ટર્ડ હશે તો તમને પીએફના બેલેન્સની જાણકારી મેસેજ દ્વારા મળી જશે. આ માટે તમારે ૭૭૩૮૨૯૯૮૯૯ પર ૮૨૧૦૦૪૧પર (EPFOHO UAN ENG) (છેલ્લા ત્રણ આંકડ ભાષા માટે છે) લખીને મોકલવાનું રહેશે તો તમને પીએફની જાણકારી મેસેજ દ્વારા અપાશે.

(3:55 pm IST)