Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દાઉદના ખાસ શૂટર ઝિંગડાનો કબ્જો મેળવવાનો કેસ ભારત હારી ગયુ : થાઈલેન્ડે પાકિસ્તાનને સોંપી દીધો

ભારત લાલઘૂમ : થાઈલેન્ડ સાથેના સંબંધો બગડવાની પૂરી શકયતા

નવી દિલ્હી : અંડરવલ્ડ ડૉન અને ૧૯૯૩ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોનામાસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે સંબંધોમાં ફૂટ પડાવવાનું કારણ બની શકે છે. દાઉદનાખાસ શૂટર મુન્ના ઝિંગડા ઉર્ફે મોહમ્મદ સલીમને થાઈલેન્ડે પાકિસ્તાનને સોંપી દીધો છે. તેથી ભારત અને થાઈલેન્ડના દ્વીપક્ષીય સંબંધો ખરાબ થઈ શકે છે. થાઈલેન્ડના જાણીતા સમાચારપત્ર 'ધીનેશન થાઈલેન્ડે' ભારત સરકારના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, અમે થાઈલેન્ડની ન્યાય પ્રક્રિયાનું સન્માન કરીએ છીએ. પરંતુ આ નિર્ણયથીઅમને ભારે આશ્ચર્ય થયું છે. ભારત સંબંધોની સમીક્ષા કરે તેવી શક્યતા છે.એક દોષિત આરોપીના પ્રત્યર્પણ માટે બેંકોક ભારત અને પાકિસ્તાન વચ્ચે ફસાયેલુ છે. દાઉદના ખાસ મુન્નાનોકેસ થાઈલેન્ડની કોર્ટમાં ભારત વિરુદ્ધ ગયો હતો. કોર્ટે તેના ભારત પ્રત્યર્પણ માટે નીચલી કોર્ટનો નીર્ણય બદલીનાખ્યો હતો. નવા આદેશ પ્રમાણે મુન્નાને ૯ ઓક્ટોબરે  પાકિસ્તાનન ેસોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે ભારતે દાવો કર્યો છે કે, ઝિંગડાભારતીય નાગરિક છે. તેને સઈદમુઝક્કિર મુદસ્સર હુસૈનના નામે પણ ઓળખવામાં આવે છે. ભારત તેના પ્રત્યર્પણ માટે બે વર્ષથી થાઈલેન્ડના ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં હતા.

(3:44 pm IST)