Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ર કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાઓને વાર્ષિક રીટર્ન ભરવાના મુદ્દે અસમંજસ

છેલ્લા બે વર્ષના રીટર્નના આધારે ઓટોમેટીક રીટર્ન ભર્યુગણાશે

મુંબઇ, તા.,૧પઃ ર કરોડથી ઓછું ટર્નઓવરધરાવનાર વેપારીઓને વાર્ષિક રીટર્ન ભરવામાંથી મુકિત આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે વેપારીઓમાં અસમંજસની સ્થિતી ઉભી થઇ છે. કારણકે રીટર્ન ભરવામાંથી મુકિત આપવામાં આવી હોયઅને વેપારી રીટર્નનહીભરે તો છેલ્લા બે વર્ષ દરમિયાન ભરેલા રએ અને ૩ બી રીટર્નના આધારેજ વાર્ષિક રીટર્ન ભરાયેલું ગણાશે. તેના કારણે વેપારીઓને નુકશાન થવાની પણ શકયતા રહેલી છે.

જીએસટી કાઉન્સીલે થોડા  સમય પહેલા જ ર કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીને વાર્ષિક રીટર્ન ભરવામાંથી મુકિત તો આપી દીધી છે. પરંતુ તે માટે બહાર પાડવામાં આવેલા નોટીફીકેશનમાં છેલ્લા બે વર્ષનું વાર્ષિક રીટર્ન વેપારી નહી ભરે તો અત્યાર સુધી વેપારીએ ભરેલા રએ એ ૩બી રીટર્નના ડેટાના  આધારે સીસ્ટમ જઓટોમેટીક વાર્ષિક રીટર્ન ભરી દેશે. તેના આધાર પર જ જીએસટી વિભાગ દ્વારા સ્કુટીની કરશે. આ નિર્ણયને કારણે વેપારીઓને નુકશાન થવાની શકયતા વધારે છે કારણ કે  છેલ્લા બે વર્ષમાં જે પણ રીટર્ન ભરપાઇ કર્યા છે. તેમાં રહેલી ખામીઓ વાર્ષિક રીટર્નમાં દુર કરીને ભરી શકાય તેમ છે.

(3:43 pm IST)