Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દિકરા અને વહુએ ગૌરવથી મસ્તક ઉંચું કરી દીધું

નોબેલ વિજેતા અભિજીત બેનર્જીના માતા ખુશખુશાલ

કોલકતાઃ દિકરા અને વહુને અર્થશાસ્ત્રનું નોબેલ મળ્યાની જાહેરાત થતા નિર્મલા બેનર્જીનું મસ્તક એક વાર ફરીથી ગર્વથી ઉંચુ થઇ ગયું છે તેમને આ વખતે ખુશીઓના આસમાન પર બેસાડનાર એકલો દિકરો જ નહોતો પણ પુત્રવધુ એસ્થર ડુફલો પણ તેમાં સામેલ હતી. નિર્મલા કહે છે અભિજીતની કામયાબી તેમને ખુશી આપે છે પણ આ વખતે તેમની ખુશીનો કોઇ પાર નથી કેમકે પુત્ર અને પુત્રવધુ બન્નેને નોબેલ મળ્યું છે.

નિર્મલાએ કહ્યું હતું કે હું દિકરાની આ સફળતાથી બહુ જ ખુશ છું. મારી વાત તો નથી થઇ તેની સાથે કેમકે અમેરિકામાં અત્યારે રાત હોય અને તે સુત્તો હશે. તે હંમેશા શિસ્ત પ્રિય રહ્યો છે અને એક એવો હોનહાર વિદ્યાર્થી જેણે કાયમ અભ્યાસ પર ધ્યાન આપ્યું પુત્રવધુ એસ્થર માટે તેમણે કહ્યું કે આટલીનાની ઉમરમાં તેને આ સફળતા મળી છે. તે પણ બહુ હોંશીયારગ છે મને મારા બન્ને બાળકો પર ગર્વ છે. અર્થશાસ્ત્રીઓ વચ્ચે મોટા થયેલ અભિજીતની માતા સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશ્યલ સાયન્સીઝમાં પ્રોફેસર રહી ચુકયા છે અને તેના પિતા દિપક બેનર્જી પેસીડન્સી કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગના વડા હતા.

(3:42 pm IST)