Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વિજયભાઈ ચૂંટણી પ્રચારર્થે મુંબઈમાં: ગુજરાતી ઉદ્યોગપતિઓ સાથે બેઠક : ગુજરાતી સમાજ સંમેલનમાં હાજરી

મુંબઈ :  ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે મુંબઈ પ્રવાસે   છે. આગામી ૨૧ ઓકટોબરના રોજ મહારાષ્ટ્ર વિધાનની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે ગજરાત ના મુખ્યમંત્રી પણ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર અર્થે મુંબઈ ગયા છે. જયાં તેઓ ચૂંટણી પ્રચારની સાથે સાથે બૃહદ મુંબઇ ગુજરાતી સમાજના મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે સવારે ૧૦.૩૦ કલાકે મિટીંગ કરી હતી.ત્યાર બાદ ૧૨ કલાકે ગુજરાતી સમાજના સંમેલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો .  ઉપરાંત બપોરે ડાયમંડ ઈન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિઓ સાથે સંમેલન યોજાયેલ. જયારે સાંજે ૬:૩૦ કલાકે મલાડમાં યોજાનાર રોડ શો માં ભાગ લેશે. જે જૈન દેરાસર મલાડ વેસ્ટ રેલવે સ્ટેશન,નટરાજ માર્કેટ, દરવાડી,રામચંદ્ર લેન,આદર્શ  દુગ્ધાલય, ગોરસ વાડી, એસ.વી. રોડ થઇ ભદ્રનગર ખાતે પુરો થશે. રાત્રે ૮ કલાકે જશોદા રંગ મંદિર, ભાઇ દાસ હોલ પાસે, વિલેપાર્લે (પ.) ખાતે ગુજરાતી સમાજ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

(3:20 pm IST)