Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કુદરતી કરિશ્માઃ પુત્રીને દફનાવવા સ્મશાનમાં પરિવારે જમીન ખોદતા મળી જીવીત બાળકી

યુપીના બરેલીમાં કોઈએ નવજાત બાળકીને માટલામાં મુકી ૨-૩ દિવસ પહેલા સ્મશાનમાં જીવતી દફનાવેલ

બરેલીઃ બાળકીઓ પ્રતિ લોકોમાં જાગરૂકતા ફેલાવાના ભરપુર પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતા કેટલીક ઘટનાઓ સવાલ ઉભા કરે છે. ઉત્તરપ્રદેશના બરેલી જીલ્લામાં ત્રણ દિવસ પહેલા સીબીગંજ સ્થિત સ્મશાનમાં કોઈએ એક બાળકીને માટલામાં રાખીને ત્રણ ફુટ નિચે જીવતી દફનાવી દીધી હતી.

પોતાની નવજાત બાળકીના અવસાન બાદ દફનાવવા તે સ્મસાનમાં ગયેલ હિતેશકુમાર સિરોહીએ જયારે ખાડો ખોદયો તો અચાનક તેમને માટલામાં રાખેલ નવજાત બાળકી જીવતી દેખાઈ હતી. આ જોઈ હાફળા- ફાફળા બનેલ હિતેશકુમારે બાળકીને બહાર કાઢી દુધ પીવડાવી જીલ્લા હોસ્પીટલના બાળકોના વિભાગમાં દાખલ કરાવી હતી. બાળકીની દેખરેખ માટે આઠ નર્સો સતત ડયુટીમાં રખાઈ છે. પોલીસ અધીકારી શૌલેન્દ્ર પાંડે એ જણાવેલ કે બાળકીને જીવતી દફનાવનારની પોલીસ શોધ ખોળ કરી રહી છે.

બાળકીની હાલત જોઈ ડોકટર આને ચમત્કાર જ ગણાવી રહ્યા છે. ડોકટરો અનુસાર બાળક શરીર ઠંડુ પડયા બાદ વધુમાં વધુ બે થી અઢી કલાક જ જીવી શકે છે. માટી સુકાયેલી હોવાથી બાળકીને ઓકસીજન મળતો રહયો હશે. જયારે સીઅમેઓ વિનીત શુકલાએ જણાવેલ કે ધારાસભ્ય રાજેશ મિશ્રાએ બાળકીની સારવારની જવાબદારી લીધી છે. બાળકીનું વજન ૧.૧ કિલો છે. શરીર ઠંડુ પડી ગયુ છે અને ઈન્ફેકશન પણ છે છતા તેની સ્થિતિ ઠીક છે.

(1:22 pm IST)