Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

હવે મોદીજીએ કામ પર લાગી જવું જોઈએ અને ફોટાઓ ઓછા પડાવવા જોઈએ: કપિલ સિબ્બલ

શું મોદીજી સાંભળી રહ્યાં છે? કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીના અહેવાલને ટાંકીને કર્યો કટાક્ષ

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીના કેટલીક સલાહનો અહેવાલ આપતાં વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. કપીલ સિબ્બલે ટ્વીટ કરી કહ્યું કે હવે મોદીએ કામ પર લાગી જવું જોઈએ અને ફોટાઓ ઓછા પડાવવા જોઈએ. સિબ્બલે ટ્વીટમાં લખ્યું છે કે, શું મોદીજી સાંભળી રહ્યાં છે?

અભિજીત બેનર્જીએ કહ્યુ છે કે ભારતીય અર્થવ્યવસ્થા ડગમગી રહી છે, આંકડામાં રાજનીતિક હસ્તક્ષેપ હોય છે, સરેરેશ શહેરી અને ગ્રામીણ ઉપભોગ ઘટી ગયું છે જે સત્તર વર્ષમાં ક્યારેય થયું નથી અને આપણે સંકટમાં છીએ. તેઓએ પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે કામ પર લાગી જાવ અને ફોટા ઓછા પડાવો. અભિજીત બેનર્જીએ કહ્યું હતું કે સરકાર દ્વારા તેજીથી સમસ્યાની ઓળખ કરવામાં આવે છે છતાં ભારતીય અર્થવ્યવસ્થા ઘણું જ ખરાબ પ્રદર્શન કરી રહી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય-અમેરિકન અભિજિત બેનર્જીને 2019ના વર્ષ માટે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે પસંદગી કરી છે. તેમણે આ પુરસ્કાર ફ્રાન્સની એસ્થર ડુફ્લો અને અમેરિકાના માઇકલ ક્રેમરની સાથે સંયુકત રીતે અપાશે. તેમને આ પુરસ્કાર વૈશ્વિક સ્તર પર ગરીબી ઉન્મૂલન માટે કરાયેલા કાર્યો માટે મળશે.

(1:04 pm IST)