Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસ નેતાઓને આપ્યું અલ્ટીમેટમ : સારા પરિણામ આપો નહીં તો પદ છોડો

પ્રભારી, પ્રમુખ અને વિપક્ષના નેતાને ચેતવણી : ત્રણેય નેતાઓને પગલા લેવા આપી છૂટ

અમદાવાદ : ગુજરાતમાં આગામી પેટાચૂંટણીને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યના કોંગ્રેસના નેતાઓને અલ્ટીમેટમ આપ્યું છે. રાહુલ ગાંધીએ પ્રભારી, પ્રમુખ અને વિપક્ષના નેતાને ચેતવણી આપતાં કહ્યું છે કે સારા પરિણામ આપો નહીં તો પદ છોડો.

   ગુજરાતની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે પર્ફોમન્સ આપો નહીં તો પદ છોડવા તૈયાર રહેવાની ચેતવણી આપી છે. જેમાં પર્ફોમન્સ માટે રાહુલ ગાંધીએ રાજ્યના ત્રણેય પદાધિકારીઓને આ અંગે કાર્યવાહી કરવા છૂટ આપી છે

(12:14 pm IST)