Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઈમરાન રાજથી પ્રજા ત્રાહિમામ

પાકિસ્તાનની હાલત ચિંથરેહાલઃ ગરીબી - બેકારી - ભૂખમરો - ગુનાખોરી - ભ્રષ્ટાચાર બેફામ વધ્યા

નવી દિલ્હી તા.૧૫: ઈમરાન ખાનના ૧૩ મહિનામાં શાસનકાળમાં પાકિસ્તાનની હાલત ખરાબ થઇ રહી છે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર વધી ગયો હોવાથી ધંધાર્થીઓ અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે અહીં ગરીબી રોજ નવા નવા રેકોર્ડ તોડે છે અને ગુનાખોરી પણ જોરદાર જ વધી ગઈ છે .સરકારને નિષ્ફળતા અંગે પ્રજા સવાલો પૂછી રહી છે જેનાથી પરેશાન ઇમરાન મીડિયાને મેનેજ કરવામાં લાગી ગયા છે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચાર પાકિસ્તાનનો નંબર ૧૦૧ પરથી ૯૯ થઈ ગયું છે પાકિસ્તાન માટે આ રિપોર્ટ ટેન્શન આપનાર છે અને આધાર પર transparency આગામી વર્ષ પોતાનો વાર્ષિક corruption perception index (CPI) રિપોર્ટ બર્લિનમાં બહાર પડશે જો તેમાં પાકિસ્તાનનો સ્કોર ખરાબ હશે તો તેને વિદેશી લોન મેળવવામાં તકલીફ થશે.

સરકારી આંકડાઓ અનુસાર વિદેશી બેન્કોમાં પાકિસ્તાનીઓનાં લગભગ ૧૧ અબજ ડોલર જમા છે જેમાં અડધાથી વધારે જાહેર કર્યા વિના નીચે સરકારનું કહેવું છે કે જો પાકિસ્તાન આ નાનું મેળવવામાં સફળ બને તો તેને કોઈ વિદેશી પાસે ભીખ માંગવી પડે આ જ કારણથી ઇમરાન ખાને બધી એજન્સીઓની કાળાની શોધ માટે ધંધે લગાડી દીધી છે

ઈમરાન ખાન દેવું ચૂકવવા માટે દેવું લેવાની ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા છે પરિણામે પાકિસ્તાન દેવાના કરજમાં ડૂબી રહ્યું છે આંકડાઓ અનુસાર માર્ચ ૨૦૧૯ સુધીમાં પાકિસ્તાન પર છ લાખ કરોડથી વધારે દેવું હતું હાલમાં તેવું ૩૨ ૨૪૦ અબજ રૂપિયા છે

પાકિસ્તાનમાં ગયા વર્ષે મોંઘવારીનો દર ૩.૯ ટકા હતો જે વધીને ૭.૩ એ પહોંચ્યો છે અનુમાન છે કે આવતા વર્ષે તે ૧૩ ટકા સુધી પહોંચી જશે ત્યાં છેલ્લા ત્રણ મહિનામાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર જ નથી વધ્યું ગુનાખોરીના ગ્રાફમાં પણ જોરદાર વધારો થયો છે નવા પાકિસ્તાન ના વચન સાથે સત્તા પર આવેલ ઇમરાન રાજ્ય ખરેખર એક નવું પાકિસ્તાન જોવા મળી રહ્યું છે.

(12:11 pm IST)