Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પ્રી-સ્કૂલમાં બાળકોને લેખિત કે મૌખિક પરીક્ષા ન હોવી જોઈએઃ NCERT

NCERTએ કહ્યું કે, પ્રી-સ્કૂલના બાળકો પર 'પાસ' કે 'ફેલ'નો ઠપ્પો મારવો ખૂબ જ હાનિકારક હોઈ શકે છે

નવી દિલ્હી, તા.૧પઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ કહ્યું છે કે પ્રી સ્કૂલમાં કોઈ પણ બાળકની લેખિત કે મૌખિક પરીક્ષા ન હોવી જોઈએ. NCERT એ આ પ્રકારની પરીક્ષાઓને હાનિકારક અને અનિચ્છનીય પ્રક્રિયા કરાર કરતાં કહ્યું કે તેનાથી માતાપિતાને પોતાના બાળકો માટે જે આકાંક્ષાઓ ઊભી થાય છે, તે યોગ્ય નથી.

કાઉન્સિલે કહ્યું કે, પ્રી-સ્કૂલના સ્ટુડન્ટ્સના આકલનનો ઉદ્દેશ્ય તેમની પર 'પાસ' કે 'ફેલ'નો ઠપ્પો લગાવવાનો નથી. NCERTના અધિકારીએ કહ્યુ કે, કોઈ પણ સ્થિતિમાં બાળકોની મૌખિક કે લેખિત પરીક્ષા ન લેવી જોઈએ. આ સ્તરે આકલનનો ઉદ્દેશ્ય બાળક પર 'પાસ' કે 'ફેલ'નો ઠપ્પો મારવાનો નથી.

અધિકારીએ કહ્યુ કે, હાલમાં આપણા દેશમાં પ્રી-સ્કૂલ કાર્યક્રમ બાળકોને પ્રાથમિક દિનચર્યામાં બાંધી દે છે. એવા પણ કાર્યક્રમ છે જયાં વિશેષ કરીને અંગ્રેજીને ધ્યાનમાં રાખી બાળકોને ઔતચારિક શિક્ષણ આપવામાં આવે છે, તેમને પરીક્ષા આપવા કે હોમવર્ક કરવાનું કહેવામાં આવે છે અને તેમની પાસેથી રમવાનો અધિકાર છીનવી લેવામાં આવે છે. આ અનિચ્છનીય અને હાનિકારક પ્રક્રિયાથી માતા-પિતામાં પોતાના બાળકો વિશે જે આકાંક્ષાઓ ઊભી થાય છે, તે યોગ્ય નથી.

NCERT એ પ્રી-સ્કૂલ શિક્ષણ માટે દિશા-નિર્દેશો હેઠળ આ વાતની યાદી તૈયારી કરી છે કે પ્રી-સ્કૂલમાં બાળકોનું આકલન કેવી રીતે કરવું જોઈએ.

આ દિશા-નિર્દેશોમાં કહેવામાં આવે છે કે, દરેક બાળકની પ્રગતિનું સતત આકલન કરવું જોઈએ. તેના માટે ચેકલિસ્ટ, પોર્ટફોલિયો અને અન્ય બાળકો સાથે સંવાદ જેવી ટેકનીક તથા ઉપકરણોનો પ્રયોય કરવો જોઈએ.

દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, અધ્યાપકોને બાળકો પર નજર રાખતાં તેમની સાથે જોડાયેલા સંક્ષિપ્ત નોટ બનાવવી જોઈએ કે બાળકે કયારે અને કેવો સમય પસાર કર્યો. તેમના સામાજિક સંબંધ, ભાષાનો પ્રયોગ, સંવાદની રીત, સ્વાસ્થ્ય તથા પોષણ સંબંધી આદતોની સૂચના તેમાં હોવી જોઈએ. દરેક બાળકનું ફોલ્ડર તેને અને તેના માતા-પિતાને દર્શાવવું જોઈએ અને તેના બીજા ધોરણમાં જતાં સુધી આ સ્કૂલમાં રહેવું જોઈએ. તમામ માતા-પિતાએ વર્ષમાં ઓછામાં ઓછું બે વાર પોતાના બાળકોને લેખિત તથા મૌખિક પ્રગતિ રિપોર્ટ લેવો જોઈએ.

આ દિશા-નિર્દેશોમાં પ્રી-સ્કૂલ અધ્યાપકોના પગાર, તેમની યોગ્યતાઓ અને માળખાકિય સુવિધાઓના માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે.

(12:10 pm IST)