Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બુકર પ્રાઈઝ ૨૦૧૯: માર્ગારેટ એટવુડ અને બર્નરડાઈન એવરિસ્ટોને મળ્યુ બુકર

નવી દિલ્હી, તા.૧પઃ લેખનના ક્ષેત્રમાં અપાતુ પ્રતિષ્ઠિત બુકર અવાઙ્ખર્ડના વિજેતાઓના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. આ વર્ષનુ પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ માર્ગારેટ એટવુડ અને બર્નરડાઈન એવરિસ્ટોને સંયુકત રીતે આપવામાં આવ્યુ છે. બંનેને સાહિત્ય ક્ષેત્રેમાં આ પુરસ્કારને સંયુકત રીતે આપવામાં આવ્યુ છે. છેલ્લા ૩૦ વર્ષમાં એવુ પહેલી વાર થયુ છે કે આ પુરસ્કારને સંયુકત રીતે બે લોકોને આપવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે એટવુડને તેમના ઉપન્યાસ ધ હેંડમેડ્સ ટેલ અને એનરિસ્ટોને ગર્લ, વુમેન, અધર માટે આ પુરસ્કાર આપવામાં આવ્યુ છે. આ વખતે બુકર અવોર્ડની ખાસ વાત એ છે કે આ પહેલી વાર કોઈ અશ્વેત બ્રિટિશ મહિલાનો આપવામાં આવ્યુ છે.

કેનાડાના લેખિકા એટવુડે બુકર પ્રાઈઝ બે વાર જીતીને મોટુ કીર્તિમાન પોતાના નામે કર્યુ છે. બુકર પ્રાઈઝ જીતનાર તે સૌથી વૃદ્ઘ મહિલા બની ગઈ છે. આ પહેલા વર્ષ ૨૦૦૦માં પણ તેમણે બુકર પ્રાઈઝ જીત્યુ હતુ. પોતાના પુસ્તર ધ બ્લાઈંડ અસેસિન માટે એટવુડને બુકર પ્રાઈઝ મળ્યુ હતુ. બે વાર બુકર પ્રાઈઝ આજ સુધી કુલ ચાર લોકોને મળ્યુ છે જેમાં એટવુડે બીજીવાર આ સફળતા મેળવી છે.

તમને જણાવી દઈએ કે બુકર પ્રાઈઝ દર વર્ષે મૌલિક અંગ્રેજી ઉપન્યાસ માટે આપવામાં આવે છે. વર્ષ ૨૦૦૮માં તેને ભારતીય લેખક અરવિંદ અડીકાને આપવામાં આવ્યુ હતુ. આજ સુધી કુલ ૫ ભારતીય મૂળના લોકોને આ પુરસ્કાર મળ્યુ છે. જેમાં વી એસ નાયપોલ, અરુંધતિ રાય, સલમાન રશ્દી, કિરણ દેસાઈ પણ શામેલ છે. આ પુરસ્કાર હેઠળ વિજેતાને ૬૦ હજાર પાઉન્ડની રકમ આપવામાં આવે છે. પહેલા બુકર પ્રાઈઝ અલબાનિયાના ઉપન્યાસકાર ઈસ્માઈલ કાદરેને આપવામાં આવ્યુ હતુ.

(12:10 pm IST)