Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પહેલા જેટ એરવેઝમાંથી નોકરી ગઈ હવે PMC બૅન્કમાં ફસાયા 90 લાખ : હાર્ટ એટેકથી થયું મોત

બૅન્કના પ્રદર્શનમાં સામેલ થઈને ઘરે પરત ફર્યા અને હાર્ટએટેક આવ્યો

મુંબઈ : પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ (PMC) બૅન્કના ખાતાધારક સંજય ગુલાટીનું મોત થયું છે. તે  PMC બૅન્કના પ્રદર્શનમાં સામેલ થઈને ઘરે પરત ફર્યા હતા. ઘરે આવીને તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થઈ ગયું.હતું

સંજય ગુલાટી પહેલા જેટ એરવેઝમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. થોડા દિવસ પહેલા જ જેટ એરવેઝે તેમનું સંચાલન બંધ કરી દીધું હતું. ત્યારબાદ હજારો કર્મચારી રસ્તા પર ઉતરી આવ્યા હતા. સંજય ગુલાટી તેમના પિતા સીએલ ગુલાટી, માતા વર્ષા ગુલાટી અને પત્ની બિંદુ ગુલાટીની સાથે રહેતા હતા.

 પરિવારનું કહેવું છે કે સંજય ગુલાટીની પાસે PMC બૅન્કમાં 4 ખાતા છે. જેમાં 90 લાખ રૂપિયા જમા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતા, કારણ કે બૅન્કમાંથી પૈસા ઉપાડી શકતા નહતા. પોતાની આ પરેશાની તેમને પરિવારના સભ્યોને પણ જણાવી હતી. સોમવારે તે કિલા કોર્ટમાં હાજર હતા, જ્યાં તમામ આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. ઘરે પરત ફર્યા પછી તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને સાંજે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું.

(1:27 pm IST)