Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ટાટા મોટર્સે દેશવ્યાપી ગ્રાહક સેવા-સંવાદ ઝુંબેશની કરી જાહેરાતઃ ગ્રાહકો પાસેથી લેશે ફીડબેક

ગ્રાહક સંવાદ પછી ૨૩મી ઓકટોબરે રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજવણી કરવામાં આવશેઃ ટાટા મોટર્સનો સીવીબીયુ ડિવિઝન દર વર્ષે ૨૩મી ઓકટોબરે તેને પ્રથમ ગ્રાહક મળ્યો તે દિવસની યાદગીરીમાં રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજવણી કરે છે

મુંબઈ, તા.૧પઃ ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ખેલાડી ટાટા મોટર્સ ૧૦મીથી૨૧મી ઓકટોબર વચ્ચે ટાટા મોટર્સના કમર્શિયલ વાહનના ગ્રાહકો માટે ખાસ ગ્રાહક સંવાદ ઝુંબેશનું આયોજન કરવા માટે સુસજ્જ છે. આ સમયગાળા દરમિયાન ટાટા મોટર્સના કર્મચારીઓ ગ્રાહકો અને કાફલાના માલિકોને સહભાગી કરીને ગ્રાહક અનુભવ બહેતર બનાવવા માટે કંપની દ્વારા હાથમાં લેવાયેલી વિવિધ પહેલો વિશે તેમને અવગત કરશે. ટીમ ગ્રાહકોના અનુભવ અને અપેક્ષાઓ માટે તેમની પાસેથી ફીડબેક ફોર્મ પણ ભેગાં કરશે.

ગ્રાહક સંવાદ પછી ૨૩મી ઓકટોબરે રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજવણી કરવામાં આવશે. ટાટા મોટર્સનો સીવીબીયુ ડિવિઝન દર વર્ષે ૨૩મી ઓકટોબરે તેને પ્રથમ ગ્રાહક મળ્યો તે દિવસની યાદગીરીમાં રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજવણી કરે છે. આ દિવસે ૧લો ટ્રક ૧૯૫૪માં તેના જમશેદપુર પ્લાન્ટમાંથી બહાર નીકળ્યો હતો. સહયોગી ચેનલ ભાગીદારોના કર્મચારીઓ અને ગ્રાહકોનું તેમના લાંબા સહયોગ અને યોગદાન માટે કંપની દ્વારા સન્માન કરાશે.

ગ્રાહક સેવા મહોત્સવ ટાટા મોટર્સના કમર્શિયલ વાહનના માલિકો માટે દેશવ્યાપી મફત સેવા શિબિર છે. આ અજોડ ગ્રાહકલક્ષી પહેલ ૪ નવેમ્બરથી ૧૧ નવેમ્બર, ૨૦૧૯ વચ્ચે ૧૫૦૦+ ટાટા મોટર્સના અધિકૃત વર્કશોપ્સમાં હાથ ધરાશે. આ સેવા શિબિરમાં કમર્શિયલ વાહનના માલિકો સ્પેર પાર્ટસ અને લેબર પર આકર્ષક ડિસ્કાઉન્ટ્સ મેળવી શકશે. ગ્રાહક સેવા મહોત્સવ ગયા વર્ષે પણ હાથ ધરાયો હતો, જેમાં શિબિરમાં લગભગ ૧.૫ લાખ ગ્રાહકોએ મુલાકાત લઈને ઉત્તમ પ્રતિસાદ આપ્યો હતો.

(12:04 pm IST)