Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

શોપિયાઃ આતંકવાદીઓએ રાજસ્થાની ટ્રક ડ્રાઈવરની ગોળી મારી હત્યા કરી

ડ્રાઈવરની હત્યા બાદ શોપિયાંમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ, સર્ચ ઓપરેશન શરૂ

શોપિયાં, તા.૧૫:જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સોમવારે એક સંદિગ્ધ પાકિસ્તાની નાગરિક સહિત બે આતંકવાદીઓએ રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરી દીધી છે. તેમજ આતંકવાદીઓએ એક બગિચાના માલિકને ઢોર માર માર્યો છે. ડ્રાઈવરની ઓળખ શરીફ ખાન તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ઘાટીમાં ફળોથી ભરેલા ટ્રકોનું અવર-જવર શરૂ થવાથી અકળાયેલા થયેલા આતંકવાદીઓએ શીરમાલ ગામમાં હુમલો કર્યો હતો.

આતંકવાદી હુમલા બાદ શોપિયાંના શીરમાલ ગામમાં જવાનોએ મોટા પાયા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ૭૨ દિવસ પછી સોમવારના રોજ પોસ્ટપેડ મોબાઈલની સેવાઓ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ હટાવતાની સાથે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટ્રક ડ્રાઈવર શરીફ ખાને ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ ભર્યા હતા. પોલીસે જણાવ્યું કે આ આતંકવાદી હુમલા બાદ સ્થાનિકોમાં રોષ ભરાયા છે.

(12:03 pm IST)