Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઓશો અંતર મનની તરસની ભાષા છે

ઓશોનું નામ સાંભળતા જ મારા મનમાં એક એવો ચહેરો, એક એવું વ્યકિતત્વ સામે આવે છે જેનાથી હું સૌથી વધારે પ્રભાવિત અને પ્રેરિત છું. તેમની આંખોમાં મને મારા દરેક પ્રશ્નોનો જવાબ દેખાય છે. ઓશો મહાન તાર્કીક અને દાર્શનિક હોવાની સાથે સાથે સાચાને સાચુ કહેવાની હિંમત રાખતા હતા. તેમણે બીજા સંતોની જેમ કયારેય મુખવટો નથી પહેર્યો. તે સત્યને સ્વીકારતા હતા અને તેને જાહેરમાં કહેતા હતા, એટલે જ તે વિવાદીત પણ બન્યા હતા. જે કંઈ પણ અંતર મનની તરસ માણસમાં હોય તે બધાની ભાષા ઓશો છે. આ તરસની તૃપ્તિ તેમની દાર્શનિક અને તાર્કીક પ્રબુદ્ધતાની કમાલ છે. એટલે ઓશો મને બહુ આકર્ષિત કરે છે. ઓશો દ્વારા બોલાયેલ 'મેં મૃત્યુ શિખાતા હું' તથા 'સંભોગ સે સમાધી કી ઔર' એ બંને વિષય જીવનના મોટા સત્ય છે. પણ આ બંને સત્યથી મનુષ્યને દૂર રાખવામાં આવે છે. મનુષ્યને તેનાથી ભયભીત કરવામાં આવે છે પણ ઓશોએ તેમાંથી પાર થવાનું શીખવ્યુ. તેમાંથી પણ જીવન શોધ્યુ અને અંતતઃ સમાધી તરફ લઈ ગયા. તેમણે મૃત્યુને ઉત્સવ માન્યો અને સંભોગથી પસાર થઈને સમાધીનો માર્ગ બતાવ્યો. આવુ બોલવાનું શું પરિણામ આવશે તે જાણવા છતા આવુ બોલવા માટે બહુ હિંમત જોઈએ. તેમનો અવાજ, ભાષા, શૈલી, વાણી બધુ અંદર સુધી સ્પર્શી જતુ હતું.

ઋતુ ગોયલ (કવયિત્રી)

(11:44 am IST)